Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ભારતમાંથી કોરોના મુઠ્ઠીઓ વાળીને કોરોના ભાગવા લાગ્યો: કેરળ અને મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસોમાં મોટો ઘટાડો

ભારતમાંથી જાણે કોરોના મુઠ્ઠીઓ વાળીને ભાગવા લાગ્યો હોય તેવું જોવા મળે છે. આવીને આવી સ્થિતિ રહી તો ફેબ્રુઆરીમાં મતદાનના દિવસે દેશમાં લગભગ કોરોના નાબૂદ થઇ જશે ! કેરળ(૩૩૬૧) અને મહારાષ્ટ્ર(૧૮૪૨)માં પણ કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં માત્ર ૩૯૦ કેસ નોંધાયા: પુડુચેરીમાં ૧૮, આસામ ૨૫, હિમાચલ ૩૫, આંધ્ર ૫૬, ગોવા ૫૭, જમ્મુ-કાશ્મીર ૬૪, અમદાવાદ ૯૨, બિહાર ૮૨ સહિત દેશભરમાં ઠેર-ઠેર કોરોના કેસનો નવો આંક તળિયે જવા લાગ્યો છે: દેશમાં રસીકરણ પણ પૂરજોશમાં દોડી રહ્યું છે.

(11:20 am IST)