Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ફાધર ઓફ ફાઈબર ઓપ્ટિક્સ ગણાતાં ઇન્ડિયન અમેરિકન સ્વ.નરિન્દર કપને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ : અર્થશાસ્ત્રી શ્રી શ્રીકાંત દાતાર ,તથા વૈજ્ઞાનિક શ્રી રતનલાલને પદ્મભૂષણ એવોર્ડ : ભારતના 72 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે NRI ના યોગદાનને યાદ કરાયું

ન્યુદિલ્હી : ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા અમેરિકામાં વતનની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા ભારતીયોને દેશ ચોક્કસ યાદ કરે છે.જે મુજબ આજ 26 જાન્યુઆરીના રોજ ઉજવાઈ રહેલા 72 મા પ્રજાસત્તાક પર્વ નિમિતે ગઈકાલ 25 જાન્યુઆરીના રોજ  ભારત સરકારે 7 NRI ને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે.

જે પૈકી ફાધર ઓફ ફાઈબર ઓપ્ટિક્સ ગણાતાં ઇન્ડિયન અમેરિકન સ્વ.નરિન્દર કપને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ આપી તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

ઉપરાંત સાહિત્ય તથા શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર શ્રી શ્રીકાંત દાતારને તથા સાયન્સ અને એન્જીનીઅરીંગ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વૈજ્ઞાનિક શ્રી રતનલાલને પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા  મળે છે.

(1:11 pm IST)
  • નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા ઉપર જે દ્રશ્યો સર્જાયા તે અમેરિકાના કેપિટલ હિલ ખાતે યોજાયેલ દ્રશ્યોથી જરા પણ ઉતરતા નથી. ખેડૂત આંદોલન ઉપર આજની હિંસાથી કાળો ડાઘ લાગી ચૂક્યો છે અને આંદોલન નબળું પડી ચુક્યાનું રાજકીય પંડિતો માની રહ્યા છે access_time 6:42 pm IST

  • નવું વકફ બોર્ડ બનાવવા આદેશ :ચૂંટણી યોજી નવું વકફ બોર્ડ બનાવવા ઉત્તર પ્રદેશ હાઇકોર્ટે હુકમ કર્યો છે. access_time 11:00 am IST

  • 17 હજાર ફૂટ ઊંચે આવેલી ઈન્ડો તિબેટ બોર્ડર ઉપર જવાનોએ ત્રિરંગો લહેરાવ્યો : માઇન્સ 25 ડિગ્રી તાપમાન વચ્ચે ઉમંગભેર 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી : જયભારત...... access_time 12:34 pm IST