Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ગણતંત્ર દિવસ નિમિતે નરેન્દ્રભાઈએ પહેરી જામનગરની હાલારી પાઘડી : જામનગરના વિક્રમસિંહે બનાવી છે. પાઘડી : જામનગરના રાજવી પરિવારે આપી છે પાઘડી ભેટમાં

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે જામનગરની હાલારી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા જાણીતા છે. નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત જામનગરના રાજવી જામ શત્રુશલ્યજીને મળી ચૂક્યા છે. જામસાહેબ શત્રુશલ્યજીએ નરેન્દ્ર મોદીને આપેલી હાલારી પાઘડી જામનગરના જ વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે. વિક્રમસિંહ જાડેજા વિશ્વના છ દેશોમાં પાઘડી અને સાફા બનાવવા માટે ખ્યાતિ મેળવી ચૂકેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યજીએ બનાવડાવી હતી. ત્યારે 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાને ખાસ જામનગરની હાલારી પાઘડી સાથે જોવા મળતાં પાઘડી બનાવનાર વિક્રમસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરી છે (તસ્વીર કિંજલ કારસરીયા જામનગર)

(1:31 pm IST)