Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ચિત્રાસણી રેલ્વે સ્ટેશને બે ટ્રેક વચ્ચે આવતી દરગાહને સાચવી લેવાઇ

પાલનપુર, તા., ર૬: ચિત્રાસણી રેલ્વે સ્ટેશન પર એક દરગાહ માટે રેલ્વે ટ્રેક વાળી દેવાયો છે. રેલ્વેનો સ્ટાફ જણાવે છે કે અમદાવાદથી જોધપુર સુધી એવું કયાંય નથી કે બે ટ્રકેની વચ્ચે દરગાહ હોય. પાલનપુરથી ૧પ કિલોમીટરના અંતરે આવેલા ચિત્રાસણી ગામમાં આઝાદી પુર્વેનું રેલ્વે સ્ટેશન તોડી ત્યાંથી થોેડે દુર ડીએફસીસીના નવા રેલ્વે ટ્રેક માટે નવુ સ્ટેશન ગત વર્ષે બનાવવામાં આવ્યું છે.

ગ્રામજનો જણાવે છેકે વર્ષો પુર્વે જયારે અહી મીટરગેજ રેલ્વે ટ્રેક હટાવી નવી રેલ્વે ટ્રેકનું કામ ચાલતુ હતુ ત્યારે વારંવાર જમીનમાંથી પાણી નિકળતું હતુ અને કામ આગળ વધતુ ન હતું. જે દરમિયાન રેલ્વેના સ્ટાફે અહી દરગાહ પર સાફ સફાઇ કરી ફુલ અને ચાદર ચઢાવ્યા. તે બાદ આશ્ચર્ય જનક રીતે પાણી નીકળવાનું બંધ થયું એટલે રેલ્વે સ્ટાફે દરગાહ હટાવવાનું માંડીવાળી ટ્રેકને વાળી દીધો હતો. હમણા નવુ રેલ્વે સ્ટેશન બનતા સ્ટેશનનો કેટલોક સ્ટાફ દર ગુરૂવારે  દરગાહ પર આસ્થા સાથે અગરબતી કરી ફુલો ચઢાવે છે.

(3:19 pm IST)