Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કેવડિયા માટેનું સી પ્લેન માલદિવ્સથી રવાના થયું

રાજ્યમાં સી-પ્લેનના આગમનને લઈ તૈયારીઓ : આ રેગ્યુલર સી-પ્લેન સર્વિસ દિવસમાં ચાર વખત સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડશે

માલદિવ્સ, તા. ૨૫ : કેવડિયા આવવા માટે આ સી-પ્લેન માલદિવ્સના માલેથી ઉપડ્યું છે. આ રેગ્યુલર સી-પ્લેન સર્વિસ દિવસમાં ૪ વખત સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડશે. રાજ્યમાં સી-પ્લેનના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તારીખ ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે તે સી-પ્લેન સોમવારે ગુજરાત આવી પહોંચશે તેવું જાણવા મળી રહ્યું છે. ગુજરાત આવવા માટે આ સી-પ્લેન માલદિવ્સની રાજધાની માલેથી રવાના થઈ ગયું છે. અમદાવાદ સાબરમતી નદીમાં આ સી પ્લેન ઉતારવાનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયું છે.

             ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટ કરીને એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, કેવડિયા આવવા માટે આ સી-પ્લેન માલદિવ્સના માલેથી ઉપડ્યું છે. આ રેગ્યુલર સી-પ્લેન સર્વિસ દિવસમાં ૪ વખત સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડશે. આ યોજનાથી ગુજરાતનું કેવડિયા ખરા અર્થમાં ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ સ્પોટ બનશે. અહીં નોંધનીય છે કે અમદાવાદમાં દેશના સર્વપ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સી-પ્લેન માલદિવ્સની રાજધાની માલેથી રવાના થઈ ગયું છે. આ સી-પ્લેન સોમવારે ગુજરાત આવી પહોંચશે. આ સી-પ્લેનના આગમનને લઈને અમદાવાદ રિવરફ્રન્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

(12:00 am IST)