Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આ નવું ભારત છે... ઘરે જ નહિ બહાર પણ ઘુસીને મારશું

ચીન અને પાકિસ્તાનને આકરો સંદેશ આપતા અજીત ડોભાલઃ નવું ભારત નવી રીતથી વિચારે છેઃ જયાં ખતરો લાગશે ત્યાં પ્રહાર કરશું: પરમાર્થ માટે દેશમાં જ નહિ, વિદેશમાં પણ યુધ્ધ કરશું

ઋષિકેશ, તા.૨૬: ભારત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વિજયાદશમીના પ્રસંગે ચીન અને પાકિસ્તાનને આકરો સંદેશ આપતા કહ્યું હતુ કે નવુ ભારત નવી રીતે વિચારે છે અને આપણે ભારતમાં જ નહિ પણ વિદેશી ઘરતી પર પણ લડશું જયાં પણ ખતરો દેખાશે ત્યાં પ્રહાર કરશું

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓની વચ્ચે અનેક મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. તેની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે રવિવારે ઈશારા ઈશારમાં ચીન અને પાકિસ્તાનને પણ ચેતવણી આપી દીધી હતી.

ડોભાલે દુશ્મનો દેશોને કડક સંદેશો આપતા કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે ભારતે કયારેય પણ કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો. પરંતુ એ નક્કી છે કે જયાંથી ખતરો હશે ત્યાં પ્રહાર કરીશુ.  વિજયાદશમીના ખાસ પ્રસંગે ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતન કાર્યક્રમમાં પહોંચેલા એનએસએ અજિત ડોભાલે કહ્યું કે અમે ત્યાં લડીએ જયાં તમારી ઈચ્છા હો. એ જરુરી નથી . તેમણે કહ્યું કે અમે ત્યાં યુદ્ઘ કરૂશું જયાં અમને ખતરો લાગશે.

ડોભાલે કહ્યું કે અમે યુદ્ઘતો કરીશુ, અમારી જમીન પર કરીશું અને બહારની જમીન પર પણ કરીશું પરંતુ પોતાના ખાનગી સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું. એનએસએ ડોભાલે કહ્યું કે ભારત એક સભ્ય દેશ છે. જેનુ અસ્તિત્વ અનાદિકાળથી છે. ભારત ભલે ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ તેના પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનની દુનિયા હંમેશા કાયમ રહી છે.ડોભાલે કહ્યું કે ભારત પોતાની સમૃદ્ઘ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઈ ધર્મ કે ભાષાની મર્યાદામાં બંધાયો નથી. પરંતુ આ ધરતીના વસુધૈવ કુટુંમ્બકમ અને દરેક મનુષ્યમાં ઈશ્વરનો અંશ રહેલો હોવાના ભાવનો પ્રચાર પ્રસાર કરતું રહ્યું છે. ભારતને એક સંસ્કારી બનાવવામાં મજબૂત ઓળખ આપવામાં અહીંના સંત અન મહાત્માનું યોગદાન રહ્યું છે. એનએસએ ડોભાલના નિવેદન પર સરકાર તરફથી સ્પષ્ટતા કરતા કહ્યું કે એનએસએના નિવેદન ચીનને લઈને નહોતું પરંતુ આ ભારતના આધ્યાત્મિક વિચાર  પર આપવામાં આવ્યું છે. જોકે ડોભાલનું નિવેદન સ્પષ્ટ હતું કે ભારત કોઈ પણ દેશથી ડરવાનું નથી અને યુદ્ઘની કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

(11:27 am IST)