Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

LAC પર તણાવ વચ્ચે ભારતીય સૈન્ય કમાંડરોની ચાર દિવસીય કોન્ફ્રન્સ શરૂ

રક્ષામંત્રી સહીત સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય દળના વડાઓ સંબોધન કરશે

નવી દિલ્હી : સેનાના કમાન્ડરોની ચાર દિવસીય કોન્ફરન્સ આજથી શરૂ થઈ રહી છે. કાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ આ સંમેલનને સંબોધન કરશે. 29 ઓક્ટોબર સુધી ચાલનાર આ સંમેલનમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ પરિષદના પહેલા દિવસે સેનાના વરિષ્ઠ અધિકારીઓ માનવ સંસાધન સંચાલનના મુદ્દા પર ચર્ચા કરશે. 27 ઓક્ટોબરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંબોધન કરશે. આ પહેલા સંમેલનમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય દળના વડાઓ સંબોધન કરશે. 28 ઓક્ટોબરે લશ્કરી કમાન્ડરો વિવિધ એજન્ડા પર વાત કરશે.

અંદામાન નિકોબાર કમાન્ડર-ચીફ દ્વારા સંમેલનમાં મહત્વપૂર્ણ અપડેટ પણ આપવામાં આવશે. આ સિવાય જુદા જુદા મુદ્દાઓ પર જુદા જુદા પીએસઓ દ્વારા ટૂંકમાં અપડેટ આપવામાં આવશે. પરિષદના અંતિમ દિવસે બીઆરઓના ડાયરેક્ટર જનરલ વિવિધ માળખાગત વિકાસ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંમેલનમાં જે દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવશે તેમાં આર્મી ડે અને ટેરિટિઓરિયલ આર્મી ડે પરેડ બંધ કરવી અથવા ઘટાડવી, વિવિધ એકમોમાં સ્થાપના દિવસ અને યુદ્ધ સન્માન દિવસ પર આયોજન ખર્ચ ઘટાડવાનો સમાવેશ થાય છે. આ સાથે, સૈન્ય દ્વારા ઓટોમેશનના પ્રયત્નોની માહિતી પણ આપવામાં આવશે.

(9:36 am IST)