Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બિરલા પરિવાર અમેરિકામાં રંગભેદનો શિકાર બન્યો : રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી મૂકયા

વેઇટરે દુર્વ્યવહાર કર્યાનો આરોપ

 ન્યુયોર્ક,તા.૨૬ : અમેરિકામાં થનારા રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ વખતે બન્ને મુદ્દા સૌથી વધારે છવાયેલા છે. પહેલો જોર્જ ફ્લોયડની મૃત્યુ બાદ બ્લેક લાઇવ્સ મેટર આંદોલન અને બીજું જાતિવાદ.. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનની વચ્ચે થયેલી છેલ્લી ચર્ચામાં તેની પર ખૂબ ચર્ચા થઇ. પરંતુ અમેરિકાની વાસ્તવિકતા જુદી જ લાગે છે, કારણકે બિઝનેસ ટાયકૂમ કુમાર મંગલમ બિરલાની દીકરી અને ગાયિકા અનન્યા બિરલાએ આરોપ લગાવ્યો છે કે વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટમાં તેમને અને તેમના પરિવારને બહાર કાઢી મૂકયા હતા.

 અનન્યા બિરલાએ શનિવારે ટ્વિટર પર લખ્યું હતું કે વોશિંગ્ટનની સ્કોપા રેસ્ટોરન્ટના કર્મચારીઓ 'જાતિવાદી'હતા. તેણે આ ઘટનાને દુખદ ગણાવતાં કહ્યું કે રેસ્ટોરન્ટમાં તેને તેના ગ્રાહકો સાથે યોગ્ય વર્તન કરવાની જરૂર છે. તેમણે લખ્યું, 'મને અને મારા પરિવારને સ્કોપા રેસ્ટોરન્ટમાંથી તેમના પરિસરમાંથી બહાર કરી દીધા. ખૂબ જાતિવાદ! બહુ દુઃખની વાત. તમને વાસ્તવમાં તમારા ગ્રાહકોની સાથે યોગ્ય વ્યવહાર કરવાની જરૂરિયાત છે. બહુ જાતિવાદ છે. આ યોગ્ય નથી.

  અનન્યા બિરલાએ લખ્યું છે કે જોશુઆ સિલ્વરમેન નામના કર્મચારી તેની સાથે 'અત્યંત અસભ્ય' વર્તન કર્યું છે. તેની અંદર 'જાતિવાદી' હતો. તેમણે રાત્રિભોજન માટે ત્રણ કલાક રાહ જોઇ હતી.

  અનન્યા બિરલા સાથે આ ઘટના પર સેલેબ્સે ગુસ્સો વ્યકત કર્યો છે. કરણવીર બોહરાએ લખ્યું કે શરમજનક વાત છે કે તમારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે અનન્યા બિરલા માત્ર ગાયિકા જ નહીં પરંતુ બિઝનેસ જગતમાં પણ પોતાનું નામ કમાવી રહી છે. તે લકઝરી પ્રોડકટ ઇ-કોમર્સ કંપની કયૂરોકાર્ટના સ્થાપક અને સીઇઓ પણ છે. અનન્યા બિરલાનું પહેલું ગીત લિવિન ધ લાઇફ ૨૦૧૬ માં બહાર આવ્યું હતું. આ ગીત પછી, તેમને યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા દ્વારા સિંગર તરીકે સાઇન કરવામાં આવી હતી. અનન્યાના પરર્ફોમમ્સને લેકમે ફેશન વીક ૨૦૧૭ માં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

(10:16 am IST)