Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કારગિલ યુધ્ધ વખતે પાકિસ્તાનના સૈનિકો પાસે ન્હોતુ ભોજન કે ન્હોતા શસ્ત્રોઃ નવાઝ શરીફ

કેટલાક જનરલોએ સૈનિકોને ધરાર યુધ્ધમાં ધકેલ્યા હતા

નવી દિલ્હી, તા.૨૬: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ એ ભારતની સાથે થયેલા કારગિલ યુદ્ઘને લઇને નિવેદન આપ્યું છે. તેમણે દેશને આ યુદ્ઘમાં ઘસેડવા માટે પાકિસ્તાની સેનાના ' કેટલાક ખાસ જનરલો'ને જવાબદાર ગણાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે કેવી રીતે પાકિસ્તાની સૈનિકો ભોજન અને હથિયાર વિના લડી રહ્યા હતા.

૧૯૯૯ના ભારત પાકિસ્તાન યુદ્ઘ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહી ચૂકેલા નવાઝ શરીફે કહ્યું કે 'કારગિલમાં અમારા હજારો સૈનિકોના મોત માટે કેટલાક જનરલ જવાબદાર હતા. તેમણે જ અમને યુદ્ઘમાં ધકેલ્યા હતા. મારા માટે આ જણાવવું દુખદ છે કે જયારે અમારા સૈનિકો ટોચ પર હતા તેમની પાસે ભોજન અને હથિયાર ન હતા. ત્યારબાદ પણ તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું પરંતુ તેનાથી દેશ અથવા સમાજે શું પ્રાપ્ત કર્યું.

લગભગ ૩ મહિના વિતી ગયા નિર્ણાયક યુદ્ઘ ભારતની જીત સથે ખતમ થયું છે. ભારતીય સેનાના તત્કાલિન રાજય જમ્મૂ અને કાશ્મીરથી તેને કારગિલ ક્ષેત્રને સફળતાપૂર્વક ખાલી કરાવ્યું હતું, જેના પર પાકિસ્તાની સેનાએ કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

નવાઝ શરીફે એ પણ કહ્યું કે 'કારગીલ પાછળ તે તાકતો અને ચહેરા હતા, જેમણે ૧૨ ઓકટોબર ૧૯૯૯ના દેશમાં તખ્તાપલટનું કાવતરું રચ્યું હતું અને માર્શલ લો જાહેર કર્યો હતો. પરવેજ મુશર્રફ અને તેમના સાથીઓએ અંગત લાભ માટે સેનાનો ઉપયોગ કર્યો હતો.

નવાઝ શરીફે આ વાત બલૂચિસ્તાનના કવેટામાં ૧૧ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની રેલીમાં કહી. આ PDM ની ત્રીજી રેલી છે, આ પહેલાં ગુજરાવાલા અને કરાંચીમાં રેલીઓ થઇ હતી.

તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇના જનરલ ફૈજ હમીદને પણ આડે હાથ લીધા. તેમણે કહ્યું કે 'જનરલ બાજવાઈ ૨૦૧૮ના પાકિસ્તાની ચૂંટણીનો જનાદેશ ચોર્યો.. તેમણે ઇમરાન નિયાજીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવ્યા જે જનાદેશ વિરૂદ્ઘ છે.'

આ બીજીવાર છે જયારે ત્રણ વાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહી ચૂકેલા નવાઝ શરીફે સાર્વજનિક રૂપથી દેશના શકિતશાળી સેના પ્રમુખનું નામ આ પ્રકારે લીધું છે, જે ગત ૭૦ વર્ષોમાં કોઇપણ નેતાએ કર્યું નથી.

(10:19 am IST)