Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોરાના થાકી ગયો... હારી ગયો... હાંફી ગયો

અનેક મહિનાઓ બાદ મૃત્યુઆંક ૫૦૦થી ઓછો

ર૪ કલાકમાં ૪પ૧૪૯ કેસ તથા ૪૮૦નાં મોતઃ કુલ કેસ ૭૯,૦૯,૯પ૯ - કુલ મૃત્યુ આંક ૧,૧૯,૦૧૪: એકટીવ કેસ ૬,પ૩,૭૧૭: વૈશ્વિક કેસ ૪,૩૩,૪પ,૯૪૪ મૃત્યુ ૧૧,પ૯,૦૯૩ એકટીવ ૧,૦ર,૮૧,૯૬૦

નવી દિલ્હી તા. ર૬ :.. દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં ઘટાડાનો દોર જારી છે આજે  સામે આવેલા સંક્રમણના નવા કેસમાં હાલના સમયમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે મહિનાઓ બાદ મૃત્યુઆંક પ૦૦ ની અંદર થયો છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા કેસ ૪પ૧૪૯ નોંધાયા છે. અને ૪૮૦ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસ ૭૯,૦૯,૯પ૯ થયા છે તો કુલ ૧,૧૯,૦૧૪ ના મોત થયા છે. એકટીવ કેસ ૬,પ૩,૭૧૭ છે અને સાજા થયેલાઓનો આંકડો ૭૧,૩૭,રર૮ છે. ગઇકાલે ૯,૩૯,૩૦૯ ના ટેસ્ટ કરાતા કુલ ટેસ્ટીંગની સંખ્યા ૧૦,૩૪,૬ર,૭૭૮ ની થઇ છે.

આંકડા પર નજર નાખીએ તો ૧૪ રાજયોમાં મોતનો દર ૧ ટકા છે. સૌથી વધુ દર ૩.૧૪ ટકા પંજાબ અને ર.૬૩ ટકા મહારાષ્ટ્રમાં છે.

છેલ્લા પ દિવસમાં રિકવરી રેટમાં ર  ટકાનો વધારો થયો છે. ૧૯ ઓકટોબરે ૮૭ ટકા રીકવરી રેટ હતો જે હવે વધીને ૮૯.૭૪ ટકા થયો છે.

વિશ્વનીવાત કરીએ તો કુલ કેસ ૪,૩૩,૪પ,૯૪૪ છે તો મૃત્યુઆંક ૧૧,પ૯,૦૯૩ થયો છે. એકટીવ કેસ ૧,૦ર,૮૧,૯૬૦ છે. અમેરિકામાં ૮૮,૮૯,૧૭૯ કેસ છે અને ર,૩૦,પ૧૦ લોકોના મોત થયા છે. ત્યાં એકટીવ કેસ ર૮,૮૬,૧૭૧ છે.

યુરોપમાં કેસ વધી રહ્યા છે. ત્યાં ૧ દિવસમાં ૧,૯૬,૯૪૬ નવા કેસ નોંધાયા છે. ફ્રાંસમાં સૌથી વધુ પર,૦૧૦ કેસ આવ્યા છે. આ સિવાય ઇટાલીમાં ર૧ર૭૩, બ્રિટન ૧૯૭૯૦, બેલ્જીયમ ૧૭૭૦૯, પોલેન્ડમાં ૧૧૭૪ર રૂસમાં ૧૬૭૧૦, નેધરલેન્ડમાં ૧૦ર૦ર, જર્મનીમાં ૮૮પ૬ નવા કેસ સામે આવ્યા છે.

(11:24 am IST)