Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

૨+૨ મંત્રણા માટે

અમેરિકી વિદેશમંત્રી-સંરક્ષણ મંત્રી આજે ભારતમાં: ચીનને પાઠ ભણાવવા ઘડાશે રણનીતિ

વિદેશ મંત્રી જયશંકર અને રક્ષામંત્રી રાજનાથસિંહની સાથે થનારી આ બેઠક ખૂબ મહત્વની :આ બેઠકમાં BECA પર હસ્તાક્ષર કરાશે : આ બેઠકનું ફોર્મેટ જાપાનથી શરૂ થયું છે

નવી દિલ્હી,તા. ૨૬: પૂર્વ લદ્દાખમાં ચીનની અવળચંડાઈ અને દક્ષિણ ચીન સાગરમાં વધતી તેની દખલગીરીનો નિકાલ કરવા માટે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક પસ્પર આજે ભારત આવશે. અમેરિકન ચૂંટણી પહેલા થઈ રહેલી વિદેશ મંત્રી જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે થનારી આ બેઠક ખૂબ મહત્વની છે. ચીની મુદ્દાને ઉકેલવા ઉપરાંત બન્ને દેશો વચ્ચે મહત્વના સૈન્ય કરાર થશે. જે અંતર્ગત બેસિક એકસચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જિયોસ્પેશિયલ કોઓપરેશન (BECA)પર હસ્તાક્ષર કરશે.

ટુ પ્લસ ટુ વાર્તાનો અર્થ છે દ્વી પક્ષીય બેઠક. આ દેશોના રક્ષા અને વિદેશ મંત્રીઓની વચ્ચે થનારી બેઠક છે. આ બેઠકનું ફોર્મેટ જાપાનથી શરુ થયું છે. જેનો હેતુ બે દેશોની વ્ચેચ રક્ષા સહયોગ માટે ઉચ્ચ સ્તરીય  રાજનાયિક અને રાજનીતિક વાતચીતને સુવિધાજનક બનાવવામાં આવે.

ટ્રમ્પ સરકાર હંમેશા બીજા દેશો સાથે ચીનના આક્રમક વલણની આલોચના કરતી રહી છે. એલએસીની ગતિવિધીઓને લઈને હાલ માઈક પોમ્પિયોએ કહ્યું કે ચીન પાસે પોતાના પડોશી દેશોને સીમા વિવાદને  લઈને ઉશ્કેરવાની એક રીત છે.પણ દુનિયા તેની આ અવળચંડાઈની પરવાનગી નથી આપી રહી.

૨ પ્લસ ૨ મીટિંગ પહેલા ગત દિવસોમાં જાપાનમાં કવાર્ડ વાર્તા થઈ હતી. કવાર્ડ ચાર દેશોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. આ મીટિંગે ચીનની ચિંતા વધારવાનું કામ કર્યુ હતુ. બીજી તરફ  ચીન સાથે તણાવ વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે.

આ બેઠકમાં કોરોનાને લઈને મહત્વની ચર્ચા થવાની છે.  ઉલ્લેખનીય છે કે અમેરિકા -ભારત જેવા દેશો કોરોનાની રસીના ઉત્પાદન અને વિતરણને લઈને સહયોગ કરી રહ્યો છે. અનેક રસી ત્રીજા ટ્રાયલમાં છે.

આ મીટિંગમાં બેસિક એકસચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ ફોર જિયોસ્પેશિયલ કોઓર્પોરેશન (BECA) પર હસ્તાક્ષર કરશે. લાંબા સમયથી આ માટે પ્રયાસ ચાલી રહ્યા હતા. આ અંતર્ગત અમેરિકાની સાથે BECAના સટિક જિયોસ્પેશિયલ ડેટા ભારતને મળશે જેનાથી સૈન્યમાં સારી વ્યવસ્થા કરી શકાશે. અમેરિકાના સચોટ સેટેલાઈટ ડેટાથી મિલિટ્રીના અડ્ડાને નિશાનો બનાવી શકાશે. સાથે સાથે નેવિગેશનમાં મદદ મળશે. તેમજ મૈપ્સ, નોટિકલ અને એરોનોટિકલ ચાર્ટસ, કોમર્શિયલ તથા અન્ય અનકલાસિફાઈડ ઈમેજરી, જિયોડેટિક, જિયો ફિજિકલ, જિયો મૈગ્નેટિક અને ગ્રેવિટી ડેટાનો સમાવેશ થાય છે.

(11:25 am IST)
  • દેશમાં કોરોનાના કેસની સંખ્યા 79 લાખને પાર પહોંચી : જોકે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,064 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,09,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,54,686 થયા:વધુ 58,179 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 71,33,993 રિકવર થયા :વધુ 460 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,19,030 થયો access_time 12:03 am IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST

  • મહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST