Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોરોનાએ ફરી ઉથલો માર્યો

સ્પેને રાષ્ટ્રવ્યાપી કટોકટી કરી જાહે રઃ રાત્રી કર્ફયુ પણ લાગુ

લંડન,તા. ૨૬: યુરોપમાં કોરોના મહામારીએ ઊથલો મારતાં છેલ્લા કેટલાક દિવસોમાં અચાનક જ કોરોનાના દૈનિક કેસોમાં વિક્રમજનક વધારો નોંધાઈ રહ્યો છે. પરિણામે સ્પેનની સરકારે રવિવારે રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી દીધી છે, જેમાં રાત્રિ કરફ્યુનો પણ સમાવેશ થાય છે. વધુમાં સરકારે આશા વ્યકત કરી છે કે આગામી સમયમાં કોરોના સામે દેશની હોસ્પિટલોનું નેટવર્ક પડી નહીં ભાગે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, સ્પેનમાં રાત્રે ૧૧.૦૦દ્મક સવારે ૬.૦૦ વાગ્યા સુધી નાઈટ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, નોકરી કરતાં લોકો, દવાઓની ખરીદી તેમજ વૃદ્ઘો અને બાળકોની સારવાર માટે લોકોને રાત્રે રસ્તા પર ફરવાની છૂટ અપાશે.

આ કરફ્યુ રવિવાર રાતથી જ અમલમાં મૂકાયો છે અને તે લગભગ છ મહિના સુધી અમલી રહેશે. યુરોપ અને સ્પેનમાં કોરોનાની બીજી વેવ ઊભરી રહી છે. દેશમાં જીવન માટે પરિસિૃથતિ અત્યંત વિકટ બની રહી છે. સાન્ચેઝે જણાવ્યું હતું કે, તેઓ મે મહિના સુધી રાષ્ટ્રીય કટોકટી લંબાવવા માટે સંસદના નીચલા ગૃહને વિનંતી કરશે. સ્પેનમાં કોરોનાની બીજી રાષ્ટ્રીય કટોકટી પ્રતિબંધક નથી. આ કટોકટીમાં લોકોને ફરજિયાત દ્યરોમાં રહેવા નથી જણાવાયું. પરંતુ લોકોને શકય હોય ત્યાં સુધી ઘરોમાં રહેવા સૂચન કરાયું છે. અગાઉ માર્ચ મહિનામાં વડાપ્રધાને પહેલી રાષ્ટ્રવ્યાપી કટોકટીમાં લોકોને ફરજિયાત ઘરોમાં બંધ રહેવા માટે નિર્દેશો આપ્યા હતા અને આ કટોકટી છ સપ્તાહ સુધી અમલમાં રહી હતી. જોકે સ્પેનમાં ઓગસ્ટ મહિનાથી કોરોનાના કેસમાં ફરીથી ઊછાળો આવવાનું શરૂ થયું હતું.

કોરોનાનો સામનો કરવામાં સ્પેન પડોશી રાષ્ટ્ર ફ્રાન્સને અનુસરી રહ્યું છે. ફ્રાન્સે પણ આ સપ્તાહે અનેક શહેરોમાં રાત્રે ૯.૦૦થી સવારે ૬.૦૦ વચ્ચે રાત્રી કરફ્યુ લાદી દીધો છે. ફ્રાન્સ અને સ્પેનમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. પરિણામે બંને દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૦ લાખથી વધુ થઈ ગઈ છે. યુરોપ અને અમેરિકામાં શનિવારે કોરોનાના કેસોમાં વિક્રમી ઊછાળો જોવા મળ્યો છે. જોકે, સરકાર માટે મોટી સમસ્યા એ છે કે કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકારે મૂકેલા પ્રતિબંધક નિયમોનો પ્રજા અમલ નથી કરી રહી.

જહોન હોપકિન્સ સ્પેન પડોશી રાષ્ટ્ર ફ્રાન્સને અનુસરી રહ્યું છેયુનિવર્સિટીના જણાવ્યા મુજબ અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૮૩,૦૦૦થી વધુ કેસ નોંધાયાના બીજા દિવસે પણ ઓકલાહોમા, ઈલિનોઈસ, ન્યૂ મેકિસકો અને મિશિગન જેવા રાજયોમાં કોરોનાના દૈનિક કેસોએ નવો વિક્રમ સજર્યો છે. મિશિગના ચીફ મેડિકલ એકિઝકયુટીવ ડો. જોનેગ ખાલ્દુને કહ્યું હતું કે લોકોએ કોરોનાની બીજી વેવને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે.

યુરોપમાં પણ કોરોના વકરી રહ્યો છે. જર્મનીમાં શનિવારે કોરોનાના દૈનિક કેસ સૌથી વધુ નોંધાયા હતા જયારે સ્પેન અને ઈટાલીમાં કોરોના પર કેવી રીતે નિયંત્રણ મેળવવું તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. ઈટાલીમાં વડાપ્રધાન ગુઈસેપ્પે કોન્ટેએ જણાવ્યું હતું કે તે ફરીથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવા માગતા નથી.  લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનો અમલ કરવો જોઈએ. પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં લોકોને બાર અને અન્ય સ્થળોની બહાર એકત્ર થતાં અટકાવવા જતી પોલીસ પર લોકો ગુસ્સે થયા હતા અને તેમણે પોલીસ પર પથ્થરમારો કરતાં દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણ હિંસક બની હતી.

યુરોપના અન્ય દેશોમાં પણ કોરોનાની માર્ગદર્શિકાનો અમલ કરાવવા માગતી પોલીસ અને દેખાવકારો વચ્ચે આથડામણો થઈ હતી. લંડનના ટ્રાફાલ્ગાર સ્કવેર ખાતે લોકડાઉનના વિરોધમાં લોકો એકત્ર થયા હતા અને તેમણે નવા વાયરસ પ્રતિબંધોનો વિરોધ કર્યો હતો. પોલીસે તેમને વિખેરવા માટે ટીયરગેસનો ઉપયોગ કરવો પડયો હતો.

(11:31 am IST)