Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોરોના વેકસીન બની ગયા બાદ પણ રાહ સરળ નહિ હોય : વિશ્વના ૩ અબજ લોકો ઉપર સંકટ

ગરીબ અને વિકાસશીલ દેશોમાં બધા લોકો સુધી રસી પહોંચાડવાનું કામ પડકાર ભર્યું

નવી દિલ્હી,તા. ૨૬: કોરોના વાયરસના સંક્રમણે ફરી એકવાર દુનિયાભરમાં પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. ઝડપથી વધી રહેલા સંક્રમણને લઈને WHOએ કહ્યું છે કે સંક્રમણથી બચવા માટે વેકસીન એકમાત્ર ઉપાય છે. એકસપર્ટનું માનવું છે કે કોરોના વેકસીન વિકસિત થયા બાદ પણ ચેલેન્જ કાયમ રહેશે. ભારત સહિત દુનિયાભરમાં ગરીબ અને વિકાસશીલ દેશોમાં તેને પહોંચાડવું સરકાર માટે ચેલેન્જ સમાન રહેશે.દુનિયાભરમાં બની રહેલી કોરોના વેકસીનને સુરક્ષિત રાખવા માટે નોન સ્ટોપ રિફ્રિજરેશનની જરૂર રહેશે. સાથે ફેકટ્રીથી નીકળેલી વેકસીનને સીરિંજ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું સરકાર માટે સરળ નહીં રહે. દુનિયાની ૭.૮ અરબમાંથી ૩ અરબ આબાદી એવી જગ્યાએ છે જયાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી. એવામાં વેકસીન બન્યા બાદ તેમને સુરક્ષિત રાખવાનું મોટી ચેલેન્જ છે.

કોરોના ખતમ કરવા માટે તૈયાર કરવામાં આવી રહેલી કોલ્ડ ચેન બનાવવાનું અમીર દેશો માટે પણ સરળ નથી. ખાસ કરીને વેકસીન માટે ૭૦ ડિગ્રી સેલ્સિયસના અલ્ટ્રાકોલ્ડ સ્ટોરેજની જરૂર રહેશે. ઠંડી આવવાથી કોરોનાની અન્ય એક લહેર આવવાની પણ શકયતા છે. આ સમયે તેને રાખવાની વ્યવસ્થા પણ એક સમસ્યા બની શકે છે. એકસપર્ટનું કહેવું છે કે કોરોના વેકસીનને રાખવા માટે -૭૦ ડિગ્રી તાપમાનની જરૂર છે. અમેરિકા અને યૂરોપ જેવા દેશોમાં આ સુવિધાની અછત છે. એકસપર્ટ્સ માને છે કે આ કેસમાં પશ્ચિમી આફ્રિકાના દેશોની સ્થિતિ સારી છે.

 

(11:32 am IST)