Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કેન્દ્રીય કર્મચારીઓ એલટીસી કેશ વાઉચર સ્કીમમાં બીજા અનેક બિલ આપી શકશે

નવી દિલ્હી,તા. ૨૬: નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ લીવ ટ્રાવેલ કધસેશન (એલટીસી) કેશ વાઉચર સ્કીમનો લાભ મેળવવા તેઓએ પોતાના નામે ખરીદેલા સામાન અને નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાંની લીવ ટ્રાવેલ કધસેશન (એલટીસી) કેશ વાઉચર સ્કીમને લગતી સ્પષ્ટતા કરવા માટે બહાર પાડેલા ફ્રિકવન્ટલી આસ્કડ કવેશ્ર્ચન્સ (એફએકયૂ)ના સેટમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ રજાના બદલામાં રોકડ

રકમ લેવાને સ્થાને સંબંધિત લીવ ટ્રાવેલ કધસેશન (એલટીસી)માં પ્રવાસના ભાડાંની રકમ ઉપરાંત અન્ય નિર્ધારિત ખર્ચના બિલની રકમ મેળવી શકશે.

કેન્દ્ર સરકારે ૧૨મી ઓકટોબરે જાહેર કરેલી લીવ ટ્રાવેલ કધસેશન (એલટીસી) કેશ વાઉચર સ્કીમના લાભ મેળવવા ૧૨ કે તેથી વધુનો જીએસટી દરવાળો સામાન ખરીદી શકે છે અથવા એવી સેવાનો લાભ લઇ શકે છે. લીવ ટ્રાવેલ કધસેશન (એલટીસી)નો લાભ લેવા માટે માત્ર પ્રવાસને લગતા બિલ જ રજૂ કરવા પડતા અને જો તેમ ન કરે તો તેની રકમ નહોતી મળતી.

તેણે એવો ખુલાસો પણ કર્યો હતો કે કર્મચારીઓ જે ઇન્વોઇસ રજૂ કરે તેમાં જીએસટીને લગતી સ્પષ્ટ માહિતી આપેલી હોવી જરૂરી રહેશે.

(11:34 am IST)