Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સરકારી ગોદામોમાં અડધાથી વધુ ડુંગળી તો બગડી ગઈ: જથ્થાબંધ ભાવ 65 રૂપિયે કિલો

બજારમાં 43 હજાર ટન ડુંગળી ઉતરી: સીઝન વિનાના વરસાદને કારણે 50 ટકા પાકને નુકસાન

નવી દિલ્હી : તહેવારની સિઝનમાં ડુંગળી, રાજધાની દિલ્હી માં 70-80 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઇ રહી છે. દેશના અન્ય ભાગોમાં ડુંગળીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે રાજ્યોને ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા સ્ટોક મર્યાદા નક્કી કરવા સાથે સરકારી ગોડાઉનમાંથી ડુંગળી ઉપાડવા જણાવ્યું છે. જોકે, તેની અસર હજી છૂટક બજારમાં જોવા મળી નથી. સોમવારે દિલ્હીની આઝાદપુર મંડીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો હતો

એશિયાના સૌથી મોટા શાકભાજી બજારના એજન્ટ એચ.એસ.ભલ્લા એ હિન્દુસ્થાન સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ડુંગળીનો જથ્થાબંધ ભાવ છેલ્લા ત્રણ દિવસથી કિલો દીઠ રૂ. 45 થી 65 છે. તેમણે કહ્યું કે ડુંગળીની આવકમાં વધારો થયો છે. પરંતુ આ માંગ માટે પૂરતું નથી. તેમણે કહ્યું કે બજારમાં નવા પાકના આગમન બાદ જ ડુંગળીનો ભાવ નીચે આવશે. ભલ્લાએ જણાવ્યું હતું કે, ડુંગળીના પાકને બગાડનારા બેફામ વરસાદને લીધે તેમાં ભાવમાં વધારો થયો છે.

 

દરમિયાન, નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (નાફેડ) ના એમડી એસ.કે. ચઢ્ઢા એ તાજેતરમાં કહ્યું હતુ કે,' નાફેડે અત્યાર સુધીમાં બજારમાં 43 હજાર ટન ડુંગળી ઉતારી છે.' તેમણે કહ્યુ કે,' નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં આશરે 22 હજાર ટન ડુંગળી બજારમાં ઉતારવામાં આવશે. પરંતુ, એવું માનવામાં આવે છે કે, તે પછી નાફેડનો સ્ટોક લગભગ સમાપ્ત થઈ જશે, કારણ કે, ભેજની અછતને કારણે 25 હજાર ટન ડુંગળી બગડી જશે.' તેમણે કહ્યુ કે,' ગયા વર્ષે નાફેડે 57 હજાર ટનનો બફર સ્ટોક તૈયાર કર્યો હતો, જેમાંથી લગભગ 30 હજાર ટન ડુંગળીને નુકસાન થયુ હતુ. આ રીતે જોતા આ વર્ષ ની હાલત પ્રમાણમાં સારી છે. આ વર્ષે એક લાખ ટન ડુંગળીનો સ્ટોક તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ફક્ત 25 હજાર ટન ડુંગળીનો જ વ્યય થશે.

ખરીફ ડુંગળીનુ ઉત્પાદન બજારમાં આ સમયે કર્ણાટક, આંધ્ર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવે છે. પરંતુ, સીઝન વગરના વરસાદને કારણે, આ રાજ્યોમાં ડુંગળીનો 50 ટકા પાક બગડ્યો છે. આ સાથે વરસાદને કારણે મહારાષ્ટ્ર અને નાસિકમાં જૂની ડુંગળી ની ગુણવત્તાને પણ અસર થઈ છે. જો કે, ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા અને સંગ્રહખોરીને કાબૂમાં કરવા માટે સરકારે ડુંગળી જથ્થાબંધ વેપારીઓ માટે, 25 એમટી અને છૂટક વેપારીઓ માટે 2 એમટી સ્ટોક મર્યાદા નક્કી કરી છે. ભાવને નિયંત્રિત કરવા માટે, 14 નવેમ્બરના રોજ જ તેના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સપ્લાયની ખોટને પહોંચી વળવા, સરકારે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. ડુંગળીની આયાત 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.'

(11:41 am IST)