Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

૪૮ કલાક બાદ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ્સ બનશે : કઈ દિશામાં આગળ વધશે?

આ મહિનાના ૨૫ દિવસમાં પણ દેશમાં સામાન્યથી ૧૩ ટકા વધુ વરસાદ પડ્યો : દ. ભારત, પૂર્વોત્તર ભારતમાં વરસાદી એકટીવીટી ચાલુ રહેશે : સ્કાયમેટ

નવી દિલ્હી : સ્કાયમેટના શ્રી દેવેન્દ્ર ત્રિપાઠીએ જણાવેલ કે ૧ ઓકટોબરથી ૨૫ ઓકટોબર સુધી દેશભરમાં સામાન્યથી ૧૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી બે - ત્રણ દિવસમાં દક્ષિણ ભારતમાં કર્ણાટક, તામિલનાડુ, કેરળ, ગોવા, કંકણ, દક્ષિણ - પશ્ચિમ મહારાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટા વરસશે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં વરસાદી એકટીવીટી જોવા મળશે.

બંગાળની ખાડીમાં વધુ એક સાયકલોનીક સરકયુલેશન મધ્ય ભાગમાં ઉદ્દભવ્યુ છે. જેની આસપાસ દક્ષિણ - પૂર્વ એશીયામાંથી સિસ્ટમ્સ પણ આવી રહી છે. આ સિસ્ટમ્સ જયારે બંગાળની ખાડીમાં પહોંચશે ત્યારે ૪૮ કલાકમાં નવુ એક હવાનું હળવુ દબાણ બનશે.

(12:51 pm IST)