Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સિંગલ લોકો થઇ જજો સાવધાન :કોરોનાને કારણે કુંવારા લોકોને મૃત્યુનો ખતરો વધુ

આ સ્ટડી સ્વીડિશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેર દ્વારા સ્વિડનમાં કરવામાં આવી છે

નવી દિલ્હી,તા.૨૬: હેલ્ધી લાઇફ જીવવા માટે હવે લગ્નજીવન મહત્વનુ બની ગયુ છે. મહામારીના આ સંકટ વચ્ચે આ તર્ક હવે સાબિત થવા લાગ્યો છે. એક નવી સ્ટડી અનુસાર કોવિડ-૧૯થી કુંવારા લોકોમાં મોતનો ખતરો વધારે છે. વિધુર અને વિધવાને પણ ખતરો છે.

પરણિત લોકોમાં આ ખતરો વધારે જોવા મળતો નથી. સ્વિડનની એક યુનિવર્સિટીએ તો આ બાબતને લઇને ચેતવણી પણ આપી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કુંવારા લોકો સિવાય જેની કમાણી ઓછી છે, ઓછા ભણેલા લોકો છે અથવા તો જેની કમાણી મિડીયમ છે તેવા લોકોની મૃત્યુ કોરોનાને લીધે થવાની શકયતાઓ વધી જાય છે. આ સ્ટડી સ્વીડિશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેર દ્વારા સ્વિડનમાં કરવામાં આવી છે.

આ સ્ટડીમાં ૨૦ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જનરલ નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત આ સ્ટડીના લેખક સ્વેન ડ્રેફ્હાલ કહે છે કે, કોરોનાથી થયેલ મોત સાથે ઘણા ફેકટર્સ મજબૂતી સાથે જોડાયેલા છે.

અપરણિત લોકો સિવાય, જેના ડિવોર્સ થયા છે તે લોકો અને તેમની સાથે વિધવા અને વિધુર પણ સામેલ છે કે જેમની મૃત્યુ કોરોનાને કારણે જલ્દી થઇ શકે છે. આ સ્ટડીમાં ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે કોરોના વાયરસના અત્યાર સુધી સમગ્ર દુનિયામાં ૩ કરોડ ૭૪ લાખથી પણ વધારે લોકો શિકાર થઇ ચૂકયા છે. કોરોનાની સૌથી વધારે અસર અમેરિકા, ભારત અને બ્રાઝીલ પર જ થયો છે.

(2:36 pm IST)