Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સ્પેનમાં મે સુધી ઇમરજન્સી લાગુઃ શ્રીલંકામાં પેસેન્જર ટ્રેન બંધ

દેશવ્યાપી કર્ફયુ લાગુઃ સ્પેનમાં કોરોનાની બીજી લહેરનો કહેર

નવી દિલ્હી : સ્પેને કોરોનાની નવી લહેરને રોકવા માટે રાતના સમયે કર્ફયુ લગાવી દીધો છે. અને દેશવ્યાપી ઇમરજન્સી લાગુ કરી દીધી છે. સ્પેનના વડાપ્રધાન પેટ્રો સાંચેજે કહયું કે રાતે ૧૧ વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી કર્ફયુ લાગુ રહેશે. એટલે કે લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ રવિવારથી લાગુ થયો છે બીજી બાજુ શ્રીલંકાએ પણ કોરોનાના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને સૌથી વધુ ભીડ વાળી ૧૬ પેસેન્જર ટ્રેનોની હાલમાં બંધ કરી દીધી છે.

સ્પેનના વડાપ્રધાન પેટ્રો સાંચેજે વધુમાં ઉમેર્યુ કે ઇમરજન્સી હેઠળ સ્થાનીક પ્રશાસન વિવિધ ક્ષેત્રોમાં અવર-જવર પર પ્રતિબંધ લગાવશે. તેઓએ કહયું કે તેઓ સંસદના નિયમોની સમયગાળો વધારીને છ મહિના માટે કરશે. જે હાલમાં ૧પ દિવસ છે આ વર્ષની શરૂઆતમાં સંક્રમણની પ્રથમ લહેર દરમ્યાન સ્પેનની સ્થિતિ ખુબ જ ચિંતાજનક હતી જેને જોઇને કડક લોકડાઉન લગાવી દેવામાં આવ્યો હતો જે વિશ્વનું સૌથી સખ્ત લોકડાઉન માંથી એક હતું.

જો કે બીજા યુરોપીય ક્ષેત્ર સમાન જ સ્પેન પણ સંક્રમણની બીજી લહેરની ઝપટમાં આવી ગઇ છે.

(3:32 pm IST)