Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

નબળા વલણથી સેંસેક્સમાં ૫૪૦, નિફ્ટીમાં ૧૬૨ પોઈન્ટનું ગાબડું

રિલાયન્સ ઈન્સ્ટ્રીઝના શેરના ભાવ ચાર ટકા તૂટ્યા : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા સ્ટીલ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરના ભાવ ઘટ્યા

મુંબઈ, તા. ૨૬ : વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે બીએસઈ સેન્સેક્સ સોમવારે ૫૪૦ પોઇન્ટ તૂટ્યો. ઈન્ડેક્સમાં મજબૂત સ્થિતિ ધરાવતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને સૌથી વધુ નુકશાન થયું હતું. ૩૦ શેરોવાળા સેન્સેક્સ એક સમયે ૭૩૭ પોઈન્ટ ગબડ્યો હતો. બાદમાં, તેમાં થોડો સુધારો થયો હતો અને અંતે તે ૫૪૦ અંક અથવા .૩૩ ટકાના ઘટાડા સાથે ૪૦,૧૪૫.૫૦ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૧૬૨.૬૦ પોઇન્ટ એટલે કે .૩૬ ટકા તૂટીને ૧૧,૭૬૭.૭૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં બજાજ ઓટોના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં લગભગ ટકાનો ઘટાડો થયો હતો. અન્ય મોટા શેરોમાં ઘટાડો થયો જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ હતો. આરઆઈએલનો શેર લગભગ ટકા તૂટ્યો. એનું કારણ ફ્યુચર ગ્રૂપ સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ૨૪,૭૧૩ કરોડ રૂપિયામાં રિટેલ બિઝનેસ વેચવાના એમેઝોન ડોટ કોમની તરફેણમાં વચગાળાના લવાદી હુકમ છે. બીજી તરફ, નફાકારક શેરોમાં નેસ્લે ઇન્ડિયા, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેક્ન, પાવરગ્રિડ અને એચયુએલ સામેલ છે.

આનંદ રાથીના ઇક્વિટી રિસર્ચના વડા આનંદ સોલંકીએ જણાવ્યું હતું કે યુરોપમાં વાયરસ ચેપના કેસમાં વધારો અને લોકડાઉન ફરી શરૂ થવાને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો થયો હતો, જેની અસર સ્થાનિક બજારોમાં પણ પડી હતી. વૈશ્વિક મોરચે ચીનના શાંઘાઈ, જાપાનના ટોક્યો અને દક્ષિણ કોરિયામાં સિઓલમાં નુકસાન સહન કરવું પડ્યું. યુરોપના મુખ્ય શેર બજારોમાં પણ પ્રારંભિક કારોબારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૦૪ ટકા ઘટીને . ૪૧.૧૪ ડોલર પ્રતિ બેરલ હતો.

સોમવારે વિદેશી વિનિમય બજારમાં રૂપિયાનો વિનિમય દર ૧૬ પૈસા ઘટીને ૭૩.૭૭ પર હતો. સ્થાનિક શેર બજારોમાં શરૂઆતી કારોબારમાં ઘટતા વલણથી પણ રૂપિયાના વિનિમય દર પર દબાણ જોવા મળી રહ્યું છે. ડોલર-રૂપિયો વિનિમય દર ૭૩.૭૭ પર ખુલ્યો, જે રૂપિયામાં અગાઉના બંધ કરતા ૧૬ પૈસાના ઘટાડાને દર્શાવે છે. શુક્રવારે બજાર બંધ સમયે વિનિમય દર ડોલર દીઠ  ૭૩.૬૧ રૂપિયા હતો.

(8:22 pm IST)