Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પંજાબમાં દશેરાએ પીએમ મોદીના પૂતળા સળગાવતાં નડ્ડા લાલઘુમ કહ્યુઃ રાહુલ ગાંધી નિર્દેશિત ડ્રામા

નહેરૂ-ગાંધી પરિવારે કયારેય પણ વડાપ્રધાન પદનો આદર કર્યો નથી

નવી દિલ્હી, તા.૨૬: પંજાબમાં વિજયાદશમીના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્રભાઇ મોદીના માસ્ક સળગાવવા પર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે પંજાબમાં આ ડ્રામા રાહુલ ગાંધીના ઈશારે થયો છે. નડ્ડાએ કહ્યું કે આ ઘટના શરમજનક તો છે પરંતુ અનપેક્ષિત નથી.

જેપી નડ્ડાએ કહ્યું કે, નહેરુ-ગાંધી પરિવારે કયારે પણ વડાપ્રધાન પદનો આદર નથી કર્યો. ૨૦૦૪-૨૦૧૪ના વચ્ચે પણ આવું જ જોવા મળ્યું હતું જયારે યૂપીએના શાસનકાળમાં પીએમ પદને સંસ્થાગત રીતે નબળું પાડી દેવામાં આવ્યું હતું.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, એક પરીવારની એક એવી વ્યકિત પ્રત્યે નફરત ફેલાવે છે જે ગરીબીમાં જન્મ્યો છે અને વડાપ્રધાન બની ઈતિહાસ રચ્યો છે અને એટલું જ ઐતિહાસાહિક ભારતના લોકોનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે પ્રેમ છે. જેટલું કોંગ્રેસ જુઠું બોલે છે, એટલી જ તેમની નફરત વધે છે. એટલા જ પ્રમાણમાં લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સમર્થન કરશે.

બીજી તરફ રાહુલ ગાંધીએ આ ઘટના પર કહ્યું છે કે સમગ્ર પંજાબમાં વડાપ્રધાન મોદીના પૂતળું સળગાવવામાં આવ્યા. રાહુલે કહ્યું કે આ દુખદ છે કે પંજાબમાં વડાપ્રધાન પ્રત્યે લોકોમાં ગુસ્સો આ સ્તર સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન મોદીને આ લોકો સાથે વાત કરવી જોઈએ.

નોંધનીય છે કે, રવિવારે પંજાબમાં કેટલાક લોકોએ રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્રભાઇ મોદીના માસ્ક લગાવીને આ પૂતળાઓને આગને હવાલે કરી દીધા. તેની પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ભડકતાં કહ્યું કે પંજાબમાં પીએમ મોદીના પૂતળા સળગાવવા શરમજનક ડ્રામા રાહુલ ગાંધીના દ્વારા નિર્દેશિત છે, પરંતુ તેમની પાસેથી આવી અપેક્ષા નહોતી.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં નવા કૃષિ કાયદાની વિરુદ્ઘ ઘણા દિવસોથી પ્રદર્શન થઈ રહ્યા છે. આ કડીમાં રવિવારે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે કેન્દ્રના કૃષિ કાયદાને અસરહન કરવા માટે રાજયની વિધાનસભામાં ચાર બિલ પાસ કર્યા છે.

(3:35 pm IST)