Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ડીએચએલ એકસપ્રેસ સર્વિસ દ્વારા ૧૪ નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય શિપમેન્ટસ પર ૪૦ ટકા છુટ

પ્રિયજનોને સુરક્ષિત રીતે વિશેષ ભેટ મોકલી શકાશે

નવી દિલ્હી, તા.૨૬: ડીએચએલ એકસપ્રેસ, વિશ્વની અગ્રણી ઇન્ટરનેશનલ એકસપ્રેસ સર્વિસ પ્રદાતા ફરી એક વાર સ્મિતને ફેલાવી રહી છે! ગ્રાહકો કે જેઓ તેઓના મિત્રો કે પરિવારને દિવાળી મીઠાઇ જેવી કેટલીક તહેવારી વસ્તુઓ મોકલવા માટે ઇચ્છુક છે, તેઓ હવે કેટલીક વિશાળ છૂટનો લાભ મેળવી શકે છે. ડીએચએલ એકસપ્રેસ તમામ આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ્સ પર લધુત્તમ ૪૦% વિશેષ છૂટને પ્રદાન કરી રહી છે!

'આપણે જાણીએ છીએ કે મહામારીની પરસ્થિતિનો અર્થ એ છે કે આપણામાંથી ઘણાને અલગ રહેવું પડ્યું છે. માત્ર વિડિયો કોલ પર એકબીજાને જોવા, ઘરે બનાવેલી વાનગીઓને અજમાવી સમય પસાર કરવો કે આપના દ્વારા હાલમાં જ ખરીદાયેલા નવા વસ્ત્રોના ફોટા શેર કરવા. અમે સમજીએ છીએ કે અમારા ગ્રાહકો પહોંચ મેળવવા ઇચ્છી રહ્યાં છે. તેથી, ડીએચએલના માધ્યમથી અમે તેમને તહેવારોની ખુશીઓને વહોંચવા માટે સક્ષમ કરી રહ્યાં છીએ અને તેમાંથી કેટલીક વિશેષ ભેટ તેઓ પોતાના પ્રિયજનોને મોકલી શકે છે! તેમ સંદીપ જુનેજા, વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, ડીએચએલ ઈન્ડિયાએ જણાવ્યું હતુ. 

આ દિવાળીના તહેવારો દરમિયાન ડીએચએલ એકસપ્રેસે પારંપરિક રીતે વિદેશોમાં મોકલાવાતી ભેટની સંખ્યામાં વધારો જોયો છે. તેથી, અમે ૧૯ ઓકટોબરથી ૧૪ નવેમ્બર ૨૦૨૦ સુધી આ છૂટને આપી રહ્યાં છે. આ ૨ કિલોગ્રામથી ૧૦ કિલોગ્રામ વજન ધરાવતા શિપમેંટ પર લાગૂ રહેશે. આ વિષેશ રજૂઆત ગ્રાહકોને આ મોસમમાં મીઠાઈ, દ્યરે બનાવેલી વાનગીઓ, નવા વસ્ત્ર અને અન્ય દ્યણું બધુ પોતાના પ્રિયજનોને મોકલવા માટે સક્ષમ બનાવશે. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે ગ્રાહક ૮૪૨૨૯૩૦૦૦૦ પર મિસ્ડ કાઙ્ખલ કરી શકે છે અથવા ૫૬૧૬૧ પર DHL લખી SMS મોકલી શકે છે.

ગ્રાહકો 220+ દેશ કે પ્રદેશોમાં ભેટ મેકલવા માટે સક્ષમ હશે કે જયાં ડીએચએલ એકસપ્રેસ ઉપસ્થિત છે. આ ઓફર દુનિયાભરમાં સમસ્યારહિત ડિલીવરીની ખાતરી કરવા માટે એસએમએસ અને ઈમેલના માધ્યમથી સક્રિય અપડેટ સાથે પૂર્ણ શિપમેંટ દ્રશ્યતા સાથે આવે છે.

(3:38 pm IST)