Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે ઉપર પ્રહાર કર્યા: કહ્યું કે, હું તમારી જેમ મારા પિતાની શક્તિ અને સંપત્તિના નશામાં નથી રાચતી..

બોલીવુડની ચર્ચાસ્પદ અભિનેત્રી કંગના રનાઉતે પોતાના તાજેતરનાં ટ્વિટ્સમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઝાટકણી કાઢી છે અને તેમને ''વંશપરંપરાનું સંતાન' ગણાવ્યું છે.  અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે તેણી તેના પિતાની શક્તિ પર નશામાં નથી રાચતી.

કંગના રણાઉતની ટ્વિટર પરની સંખ્યાબંધ ટિપ્પણી પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેલ કે, જેમને તેમના રાજ્યમાં યોગ્ય ખોરાક પણ નથી મળતો, તેઓ અહીં આવે છે, પૈસા કમાય છે અને પછી પીઓકે અને  સાથે મુંબઈની તુલના કરી, રાજ્યને, તેના નેતાઓને, પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરી ને નમક-હરામ બને છે. ઉદ્ધવજીએ કહેલ કે "અમને સહુને મુંબઈ પોલીસ પર ગર્વ છે "

"રાઉતે મને હરમખોર કહ્યો હવે ઉદ્ધવે મને નમક હરામ કહ્યો, તે દાવો કરી રહ્યા છે કે જો મુંબઈએ મને આશરો ન આપ્યો હોત  તો મને મારા રાજ્યમાં ખાવાનું ના મળ્યું હોત., હું તમારા પર શરમ કરું છું, હું તમારા પુત્રની ઉંમર છું,  આ રીતે તમે એક સેલ્ફ મેઇડ મહિલા સાથે વાત કરો છો ?  મુખ્ય પ્રધાન તમે વંશવાદની વર્સ્ટ પ્રોડક્ટ  છો,"  અભિનેત્રી'નું ટાઈમ્સ નાઉમાં પ્રસિદ્ધ થયેલ ટ્વીટ.

(4:13 pm IST)