Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સેમસંગ ગેલેક્‍સી એફ41 ભારતમાં લોન્‍ચઃ ફિલપકાર્ટના સેલમાં 3 હજાર સુધીના ડિસ્‍કાઉન્‍ટની ઓફર

નવી દિલ્હી: જો તમે એક એવો મોબાઇલ ફોન શોધી રહ્યા છે, જેને વારંવાર ચાર્જ ન કરવો પડે અને શાનદાર પિક્ચર્સ પણ ક્લિક કરી શકો તો તમારી આ શોધ પુરી થાય છે. Samsung ઓફર કરી રહ્યું છે 6000mAh બેટરી અને 64MP ટ્રિપલ રિયર કેમેરા મોબાઇલ ફોન. સેલમાં આ ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Flipkart નો દશેરા સ્પેશિયલ સેલ હજુ પણ ચાલુ છે જે 28 ઓક્ટોબર સુધી ચાલશે.

થોડા સમય પહેલાં Samsung Galaxy F41 ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના બાકી ફીચર્સના મુકાબલે દમદાર બેટરી અને શાનદાર કેમેરા પરર્ફોમન્સએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જોકે સેમસંગના આ મોડલ પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. જે લાંબા સમયથી રાહ જોઇ રહેલા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. આ સ્માર્ટફોનમાં 6000mAhની દમદાર બેટરી સાથે 64MP નો ટ્રિપલ રિયલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. flipkart ની 28 ઓક્ટોબર સુધી ચાલી રહેલા સેલમાં Samsung Galaxy F41 તમને ભારે ડિસ્કાઉન્ટ મળશે.

શું હશે કિંમત?

આ સેલમાં Samsung Galaxy F41 તમને છૂટ સાથે 16,999 રૂપિયામાં ઓફર કરવામાં આવી રહ્યું છે. Flipkart સાઇટમાં જ્યારે તમે સર્ચ કરશો તો જોવા મળશે કે તેમાં 3 હજાર રૂપિયાની સીધી બચત થઇ રહી છે.  Kotak બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જ HSBC ક્રેડિટ કાર્ડ વડે ફોન ખરીદવા પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત flipkart Axis bank સાથે 5% નું અલગથી કેશબેક પણ મળી રહ્યું છે. આ ઉપરાંત axis bank buzz ક્રેડિટ કાર્ડ પર અલગથી 5% ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે તેના ફીચર અને સ્પેસિફિકેશન પસંદ આવે છે તો આ ફોનને 1,500 રૂપિયા પ્રતિમાહના EMI ઓપ્શન પર મળી શકે છે.

શું છે તેમાં ખાસ

આ દમદાર ફોન એંડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. Samsung Galaxy F41 માં જે Exynos 9611 ચિપસેટ આપવામાં આવી છે તે ખૂબ સારી ગણવામાં આવે છે. સાથે જ એચડી+ સુપર એમોલેડ ઇનફેનિટી યૂની 6.4 મોટી ડિસ્પ્લે મળે છે. સ્ટોરેજના મામલે સારી વાત એ છે તેમાં માઇક્રોએસડી કાર્ડ લગાવીને તેને પણ વધારી શકો છો. ફોન સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા લોકપ્રિય ફિંગર પ્રિંટ સેન્સરનું ફીચર આપવામાં આવ્યું છે.

અન્ય સ્પેસિફિકેશન

ફોટાના શોખીન માટે ફોન એકદમ ખાસ છે, કારણ કે આ ફોન ટ્રિપલ રિયર કેમેરા સાથે આવે છે. જ્યાં પ્રાઇમરી કેમેરા તમને 64 એમપી સુધી પિક્ચર ખેંચવાની આઝાદી આપે છે, તો બીજી તરફ 8MP નો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 5MP નો ત્રીજો સેન્સર પણ છે. સેલ્ફી અથવા vblogging માટે તમે 32 એમપી કેમેરા સેન્સરનો ઉપયોગ કરી શકો છો. દમદાર 6,000mAhની બેટરી તો આ ફોનની યૂએસપી છે.

(4:43 pm IST)