Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બિલ નહીં ચૂકવી શકતા દર્દીને રજા ન આપી : ફરજીયાત હોસ્પિટલમાં રાખી દર્દી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી : દર્દીને તાત્કાલિક ડિસ્ચાર્જ કરવા હોસ્પિટલને કેરળ હાઇકોર્ટનો આદેશ

કેરળ : હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલો દર્દી સાજો થયા પછી પણ બિલ નહીં ચૂકવી શકતા કેરાલાની હોસ્પિટલે તેને રજા આપવાનો ઇન્કાર કર્યો હતો.તથા બિલ નહીં ચૂકવવા બદલ તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
આથી પેશન્ટની માતાએ હાઇકોર્ટમાં દાખલ  કરેલ હેબિયસ કોર્પ્સ પિટિશનની સુનાવણી  દરમિયાન નામદાર કોર્ટએ તપાસ કરાવી હતી.જેમાં જાણવા મળ્યા મુજબ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલ આ દર્દીની સારવાર 20 જુલાઈના રોજ પુરી થઇ ગઈ હતી.પરંતુ તેનું બિલ બાકી હોવાથી તેને રજા આપવામાં આવી નહોતી.તેમજ તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.જે અંગે નામદાર જજે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જે બાબતમાં પોલીસને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી તેની ફરિયાદ કેમ નોંધવામાં આવેલી છે.
નામદાર કોર્ટએ દર્દીનું 20 જુલાઈ પછીનું બિલ નહીં વસુલ કરવાનો આદેશ આપ્યો હતો તથા દર્દીને ડિસ્ચાર્જ કરી દેવાનો હુકમ કર્યો હતો તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)