Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કાયદાનું પાલન કરાવવા માટે આવેલ સરકારી કર્મચારી ઉપર હુમલો કરનારને જામીન આપી શકાય નહીં : લોકડાઉન દરમિયાન કર્ફ્યુ વચ્ચે પણ ઘેરબેઠા ધંધો ચાલુ રાખ્યો : માસ્ક પહેરવાનો ઇન્કાર કરી સરકારી કર્મચારી ઉપર લાકડીથી હુમલો કર્યો : આરોપીને જામીન આપવાનો મુંબઈ હાઇકોર્ટનો ઇન્કાર

મુંબઈ : જૂન માસમાં લોકડાઉન હતું ત્યારે ઘેરબેઠા ગ્રોસરીનો ધંધો કરતા વ્યક્તિને કર્ફ્યુ દરમિયાન દુકાન બંધ રાખવા અને માસ્ક પહેરવા સરકારી કર્મચારીએ સૂચના આપી હતી.જેનો આરોપીએ  ઇન્કાર કર્યો હતી તેમજ સૂચના આપવા આવેલ વ્યક્તિ ઉપર લાકડીથી  હુમલો કર્યો હતો.તથા ધક્કો મારી ભગાડી મુક્યો હતો.
આથી આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી તેની ધરપકડ કરવામાં આવી હતી.જેના અનુસંધાને આરોપીએ જામીન અરજી કરી હતી.પરંતુ ફરજ નું પાલન કરવા માટે આવેલા  સરકારી કર્મચારી ઉપર હુમલો થાય તે બાબતને ગંભીર ગણી નામદાર કોર્ટએ જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો .સાથોસાથ આરોપીને મદદગારી કરનાર તેના પિતાની ઉંમર અને ઓછી મદદગારીને ધ્યાને લઇ તેમને શરતી જમીન મંજુર કર્યા હતા તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)