Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

લદ્દાખની સ્વાયત્ત હિલ વિકાસ પરિષદની ચૂંટણીમાં ભાજપની 15 સીટમાં જીત:કોંગ્રેસે 8 બેઠક મેળવી

ભાજપની આ જીત પર અધ્યક્ષ જેપી નડ્ડાએ શુભકામનાઓ આપી લોકોનો આભાર માન્યો

લદ્દાખની સ્વાયત્ત હિલ વિકાસ પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 15 સીટો જીતી છે. તો વળી કોંગ્રેસે અહીં 9 સીટ પર જીત નોંધાવી છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ જીત નોંધાવામાં સફળ રહ્યા છે. એલએએચડીસીની 26 સીટો પર ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપને બહુમત મળ્યો છે.ગત વર્ષે આ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત લોકતાંત્રિક ઢબે અહીં ચૂંટણીઓ થઈ હતી.

ભાજપની આ જીત પર અધ્યક્ષ જેપી નડ્ડાએ શુભકામનાઓ આપી છે. નડ્ડાએ ટ્વીટ કરી કહ્યુ હતું કે, લેહ ચૂંટણી ઐતિહાસિક છે, પહાડી વિકાસની ચૂંટણીમાં ભાજપની જીત, 26માંથી 15 સીટ જીતવામાં ભાજપને સફળતા મળી. હું જામ્યાંગ શેરિંગ નામગ્યાલ અને ભાજપની લદ્દાખ બોડીના તમામ કાર્યકર્તાઓને શુભકામના આપુ છુ. ભાજપ પર વિશ્વાસ મુકવા બદલ લદ્દાખના લોકોનો આભાર 

(7:56 pm IST)
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે તેમની સમક્ષના કેસોની સુનાવણી આજથી યુ-ટ્યુબ ઉપર લાઈવ શરૂ કરી ગુજરાત હાઇકોર્ટ આજથી તેની કાર્યવાહી ઓનલાઇન યુટ્યુબ ઉપર પ્રસારિત કરશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અદાલત તેમની બેન્ચ સમક્ષ ના કેસો યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરશે (લાઈવ પ્રસારણ કરશે) જે કદાચ દેશમાં પ્રથમ વખત બનશે. access_time 1:09 pm IST

  • પીએસઆઇ શ્વેતા જાડેજાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા : પીએસઆઇ શ્વેતા જાડેજાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યાનું જાણવા મળે છે. સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે. મળતી વિગતો મુજબ એક મોટી કંપનીના અધિકારી ઉપર બળાત્કારનો આરોપ હતો તેની પાસેથી લાખોની રકમ લઈ આંગડીયા મારફત પોતાના બનેવીને જામજોધપુર મોકલવાનો આરોપ હતો. એડવોકેટ વિરાટ પોપટે દલીલ કરી હતી. access_time 5:03 pm IST

  • પોતાના પુત્રને બદલે મોદીજી વડાપ્રધાન થઇ જતા સોનિયાજી દુઃખી દુઃખી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર લોકતંત્ર ખોખલું કરી નાખવાના કરેલા આક્ષેપો સામે ભાજપનો વળતો પ્રહાર : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીના આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા access_time 7:51 pm IST