Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ચેન્નઇ અને પુડુચેરીમાં ભારે વરસાદ

પુડુચેરી-તમિલનાડુમાં દરિયાકાંઠે ટકરાયું નિવાર વાવાઝોડું : હવે નબળું પડશે

નવી દિલ્હી,તા.૨૬: ચક્રવાતી વાવાઝોડું નિવાર અડધી રાત બાદ તમિલનાડુ અને પુડુચેરીમાં દરિયાકાંઠે ટકરાયું છે. આ દરમિયાન ભારે વરસાદ પડ્યો. તેજ ગતિથી પવન ફુંકાવાની સાથે ચેન્નઈ, કુડ્ડલોર, મહાબલીપુરમ સહિત અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. પુડુચેરીમાં પણ પવન ફુંકાવાની સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. IMDએ ગુરુવારે કહ્યું કે ભયંકર ચક્રવાતી વાવાઝોડું નિવાર ઉત્ત્।ર પશ્યિમની દિશા તરફ આગળ વધશે અને આગામી ૩ કલાક દરમિયાન વાવાઝોડું નબળું પડશે.

આ પહેલા બુધવાર મધ્ય રાત્રીમાં નિવારની દરિયાકાંઠા વિસ્તારને ટકરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને તે થોડા સમયમાં કાંઠાને પાર કરી ગયું.

IMDએ પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું હતું કે, અત્યંત ભીષણ ચક્રવાતી વાવાઝોડું નિવાહ હજુ પુડુચેરીના પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ ૪૦ કિમી દૂર સ્થિત કુડ્ડાલોરથી ૫૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં છે. ચક્રવાતી વાવાઝોડું પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી ૩ કલાકમાં પુડ્ડુચેરીની નજીકના કાંઠાને પાર કરી જશે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું કે નિવાર ચક્રવાતી વાવાઝોડાને ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે તમિલનાડુ તથા ચેન્નઈની વચ્ચે દરિયાકાંઠા તરફ પહોંચવાની નજીક છે.

IMDએ કહ્યું કે, Cyclone Nivarનાં કેન્દ્ર ૨૫ નવેમ્બર રાત્રે ૧૧:૩૦ વાગ્યાથી ૨૬ નવેમ્બરની સવારે ૨:૩૦ વાગ્યા દરમિયાન પુડ્ડુચેરીની પાસેના કાંઠાને પાર કરી ગયું. પુડ્ડુચેરીના ઉત્ત્।ર પૂર્વ સેકટરમાં પવનો ફુંકાશે. હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી ૩ કલાક દરમિયાન પવની ઝડપ ધીમે-ધીમે દ્યટીને ૬૫-૭૫ કિમી પ્રતિ કલાક થઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નિવાર વાવાઝોડું તમિલનાડુ અને પુડ્ડુચેરીના કાંઠે ટકરાવવાનું શરૂ કીર દીધું છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નિવારના કારણે પવન સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે. નિવાર વાવાઝોડાના કારણે ગુરુવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ એરપોર્ટ અને મેટ્રો સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે.

(9:44 am IST)