Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજસ્થાનના ટોંકમાં ટ્રેલર અને ક્રુઝ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : આઠના ઘટનાસ્થળે કરૂણ મોત : ચારને ઇજા

શેખાવટીમાં સ્થિત ખાટૂશ્યામજીના દર્શન કરીને પરત ફરતા અકસ્માત

રાજસ્થાનના ટોંક જિલ્લામાં રાતે ભીષણ સડક દુર્ઘટના સામે આવી છે જેમાં આઠ લોકોના કરૂણ મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દુર્ઘટનામાં શેખાવટીમાં સ્થિત ખાટૂશ્યામજીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા અને યાત્રાળુઓની જીપને ટ્રેલર દ્વારા ટક્કર વાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. અકસ્માતમાં મૃતકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે અને એક જ પરિવારના છે. અકસ્માતની સૂચના મળતા જ તંત્ર દોડી આવ્યું હતું અને રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું છે

   આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત છે અને પોલીસે મોડી રાતે મૃતકો અને ઇજાગ્રસ્તોને જીપમાંથી બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને જયપુર ખસેડવામાં આવ્યા છે અને મૃતકોના પરિજનોને સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે તથા ટ્રેલરનો ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જીપ ચાલક પણ આ ઘટનામાં બચી ગયો હોવાની સૂચના છે અને તે પણ ફરાર થઈ ગયો છે

(11:09 am IST)