Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વાળ ઓરીજનલ કાળા છે કે નહી તેનું પ્રમાણપત્ર રજૂ કરો :ટોકયોની સ્કૂલોનું વિદ્યાર્થીઓને ફરમાન

વાળ અસલી છે અને તેમાં આર્ટિફિશિયલ કલર્ડનો ઉપયોગ નથી કરાયો તેનું પ્રમાણ કરવા સૂચના

ટોકયો : જાપાનમાંવાળ ઓરીજનલ કાળા છે કે નહી તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જાપાનમાં જન્મથી જ વાળ કાળા ના હોય તેવા બાળકોને પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ટોકયોની અડધી સ્કૂલોએ બાળકોને પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું છે.

જો બાળકોના વાળ કાળા છે કે ભૂરા પરંતુ તે અસલી છે અને તેમાં આર્ટિફિશિયલ કલર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એનું પ્રમાણ કરવા સૂચના આપવામાં આવી છે કારણ કે બાળકો પણ હેર સ્ટાઇલ તથા વાળના કલરને લઇને ફેશન કરતા થયા છે.

ટોકયોમાં કુલ ૧૭૭ જેટલી સ્કૂલો છે જેમાંથી ૭૯ સ્કૂલોએ આ આદેશ રજૂ કર્યો છે. જાપાનમાં અનેક સ્કૂલોમાં બાળકોના બાળના રંગ, મેકઅપ, યૂનિફોર્મને લઇને કડક નિયમો પળાવવામાં આવી રહયા છે. ખાસ કરીને છોકરીઓના સ્કર્ટની લંબાઇને લઇને કોઇજ બાંધછોડ કરવામાં આવતી નથી. ટોકયોના શિક્ષણ બોર્ડે જાપાનના મીડિયા સમક્ષ ખૂલાસો કર્યો કે વાળના પ્રમાણપત્ર અંગેનો નિયમ બધી જ સ્કૂલોમાં ફરજીયાત નથી પરંતુ ૭૯માંથી માત્ર ૫ સ્કૂલોએ જ આ નિયમમાં છુટ આપી છે.

(11:12 pm IST)