Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

શ્રીલંકાએ ચીની વેકિસન અટકાવી : હવે ભારતીય રસી લેશે

શ્રીલંકન કેબિનેટે ઓકસફોર્ડ - એસ્ટ્રાઝેનેકાની વેકિસનના ૧૦ મિલિયન ડોઝ ખરીદવા મંજૂરી આપી દીધી

કોલંબો તા. ૨૭ : શ્રીલંકાએ ચીનની સિનોફાર્મની કોવિડ-૧૯ વેકિસનને હાલ પૂરતી અટકાવી દીધી છે. હવે ભારતમાં બનતી ઓકસફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેકિસનનો ઉપયોગ કરશે. સરકારના પ્રવકતાએ જણાવ્યું છે કે શ્રીલંકા ૧૪ મિલિયન લોકોને મેડ ઈન ઈન્ડિયા વેકિસનના ડોઝ આપશે. ડેઈલી મિરરના અહેવામાં કેબિનેટના પ્રવકતા ડોકટર રમેશ પાથિરાણાના જણાવ્યા પ્રમાણે ચાઈનિઝ વેકિસન સિનોફાર્મે હજી સુધી ફેઝ-૩ ટ્રાયલ પૂરી કરી નથી.

તેમણે જણાવ્યું હતું કે, શ્રીલંકા હવે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં બનાવવામાં આવતી ઓકસફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેકિસન પર આધાર રાખશે. સમય પ્રમાણે હવે અમારે ઓકસફોર્ડ વેકિસન સાથે જવાની જરૂર છે. જયારે અમને ચીનની કંપની તરફથી સંપૂર્ણ દસ્તાવેજો મળશે ત્યારબાદ અમે તેના વિશે વિચાર કરી શકીશું. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા તેને મંજૂરી આપવામાં આવી નથી તેથી તેના રજિસ્ટ્રેશનમાં થોડો સમય લાગી શકે છે.

શ્રીલંકન કેબિનેટે ૫૨.૫ મિલિયન અમેરિકન ડોલરની કિંમતે રમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા પાસેથી ભારતમાં બનેલી ઓકસફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ની વેકિસનના ૧૦ મિલિયન ડોઝ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે શ્રીલંકા અગાઉ અન્ય કેટલાક દેશોએ ચાઈનિઝ વેકિસન અંગે ચિંતા વ્યકત કરી હતી કેમ કે તેની પૂરતી માહિતી હજી સુધી કોઈની પાસે નથી.

(10:16 am IST)