Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ ' કન્ટેમ્પટ ઓફ કોર્ટ ' કેસ કરવા એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ અસંમત : તેઓ જે કંઈ બોલ્યા છે તે ન્યાયતંત્રમાં સુધારા માટે કહ્યું છે : કોર્ટની બદનામી કરવાનો તેમનો હેતુ જણાયો નથી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ ' કન્ટેમ્પટ ઓફ કોર્ટ ' કેસ કરવાસોશિઅલ  એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ માંગણી કરી છે.જે માટે એટર્ની જનરલની મંજૂરી લેવી આવશ્યક હોવાથી તેમણે 23 ફેબ્રુઆરીના રોજ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલને પત્ર લખ્યો હતો.

તેમના પત્રના અનુસંધાને એટર્ની જનરલે પૂર્વ ચીફ જસ્ટિસે મીડિયાને આપેલો  ઇન્ટરવ્યૂ જોયો હતો.જેમાં રંજન ગોગોઈએ વરાળ ઠાલવતા કહ્યું હતું કે તમારે ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા જોઈએ છે, પરંતુ તમારી પાસે એક નકામું ન્યાયતંત્ર છે. જો તમે કોર્ટમાં જાવ છો, તો તમે ફક્ત કોર્ટમાં તમારી વરાળ ઠાલવો છો. તમને ચુકાદો નહીં મળે. તેવું કહેવામા મને  ખચકાટ નથી. કરોડો રૂપિયાની તકો મેળવવા માટે તૈયાર કોર્પોરેશન જ સુપ્રીમ કોર્ટમાં જાય છે.

ન્યાયતંત્ર અંગે તમારો મત શું છે?  તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બહુ સકારાત્મક નથી. ત્યાં સમયસર ચુકાદો મળવો સંભવિત નથી. ન્યાયિક તંત્રએ એક કરતા વધુ કારણોસર કામ કર્યું નથી. ઘણા ન્યાયાધીશો કિન્નાખોરીનો ભોગ બન્યા છે.

ઉપરોક્ત ટીકાઓને ધ્યાને લઈને એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલએ કહ્યું હતું કે તેમણે કડક શબ્દોમાં ટીકા જરૂર કરી છે.પણ તેઓનો ઈરાદો ન્યાયતંત્રને બદનામ કરવાનો નથી.તેમાં સુધારા  કરવાનો છે. તેમના વિરુદ્ધ કલમ 15 મુજબ કન્ટેમ્પટ ઓફ કોર્ટ કરવાનો હું ઇન્કાર કરું છું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)