Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે રાજ ઠાકરે જાહેરમાં માસ્ક વિના દેખાયા : ચોખ્ખું કહ્યું- હું માસ્ક નથી પહેરતો

શિવાજી પાર્ક મુંબઇમાં યોજીત મરાઠી ભાષા દિવસના કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટી

મુંબઈ :મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે ઠાકરે પરિવારના નેતાએ વિવાદ જગાવ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ માસ્ક પહેરવાની ચોખ્ખી ચીમકી આપી હોવા છતાં MNS નેતા અને સીએમના પિતરાઇ રાજ ઠાકરે જાહેરમાં માસ્ક વિના દેખાયા હતા સાથે કહી પણ દીધું કે તેઓ માસ્ક પહેરતા નથી. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું જ કહેતા હતા.

  કોરોના મહામારીથી દેશમાં સૌથી અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ફરી વધી રહી છે. રાજ્યમાં ઝડપથી કેસો વધતા ઉદ્ધવ સરકારે નિયમોની કડક પાલનના આદેશ આપ્યા છે. પરંતુ તેનું પાલન કરાવવું મુંબઇ સહિતની રાજ્યની પોલીસને મુશ્કેલી થઇ રહી છે

  આજે શનિવારે શિવાજી પાર્ક મુંબઇમાં યોજીત મરાઠી ભાષા દિવસના કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરે માસ્ક વિના  દેખાયા હતા. એ પણ ત્યારે જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને માસ્ક નહીં પહેરો તો ફરી લોકડાઉનની ચીમકી આપી છે

  રાજ ઠાકરેએ માસ્ક તો પહેર્યું જ વધુમાં તેનું કારણ પુછવામાં આવતા ચોખ્ખુ કહી દીધું કે હું માસ્ક વાપરતો નથી. કાર્યક્રમમાં તેઓ પત્ની, પુત્ર અમે પુત્રવધુ સાથે પહોંચ્યા હતા. રાજ ઠાકરેએ શિવાજી જયંતિ અને મરાઠઈ ભાષા દિવસ પર કાર્યક્રમ યોજવાની મંજૂરી નહીં અપાતા નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો કોરોના વાઇરસ આટલી ઝડપથી ફેલાઇ રહ્યું હોય તો ચૂંટણી કેમ ટાળવામાં આવતી નથી?

સમગ્ર કાર્યક્રમમાં રાજ ઠાકરે માસ્ક વિના જ દેખાયા. કહેવાય છે કે આ કાર્યક્રમ યોજવા પોલીસે પરવાનગી આપી નહતી. તેમ છતાં સંપન્ન થયેલા કાર્યક્રમમાં મહારાષ્ટ્રની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી અને ભીડ પણ બહુ એકત્રિત થઇ હતી

મરાઠી ભાષા દિવસના આયોજન અંગે બીએમસીએ કહ્યું કે ભીડ પર અમારી નજર છે. કાર્યવાહી કરવામાં આવશે. જો કે હજુ સુધી કોઇને દંડ કરાયો નથી. હવે જોવાનું એ રહેશે કે પગલું પોલીસ કે બીએમસી બેમાંથી કોણ લેશે

(8:05 pm IST)
  • નકલી ડીગ્રીવાળા 2823 અધ્યાપકોને મોટો ઝટકો : અલ્હાબાદ હાઇકોર્ટે હકાલપટ્ટીની યોગ્ય ઠેરવી :અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે એકલ પીઠના આદેશને યોગ્ય માન્યો અને હસ્તક્ષેપ કરવા ઇન્કાર કર્યો access_time 12:41 am IST

  • કોરોનાના વધતા કેસથી યુપી અને ઓરિસ્સા સરકાર એલર્ટ : અન્ય રાજ્યોમાંથી આવનાર માટે ક્વોરેન્ટાઇન અનિવાર્ય : ઓરિસામાં હવે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ , પંજાબ, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક,અને આંધ્રપ્રદેશથી આવનારા લોકોને 7 દિવસ હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું access_time 12:44 am IST

  • કોરોના વાયરસ, બાર્ડ બ્લુ બાદ હવે પર્વો વાયરસથી ખળભળાટ : યુપીના કાનપુરમાં પર્વો વાયરસની ઘાતક અસરથી 8 શ્વાનોએ જીવ ગુમાવ્યો :બે કુતરાઓના પીએમ રિપોર્ટમાં આંતરડા સડી ગયાનો ઘટસ્ફોટ : કુતરાના મોત પહેલા લોહીની ઉલ્ટી પણ થઈ હતી access_time 12:29 am IST