Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

બોમ્બે હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન વકીલે માસ્ક ઉતાર્યુ તો જજે સુનવણીનો કર્યો ઇન્કાર

સુનવણી પુરી ના થાય ત્યાં સુધી માસ્ક લગાવવું ફરજિયાત

મુંબઈ :બોમ્બે હાઇકોર્ટમાં એક સુનવણી દરમિયાન જ્યારે એક વકીલે માસ્ક ઉતાર્યો, ત્યારબાદ અદાલતે કેસની સુનવણી કરવાની ના પાડી દીધી. આ ઘટના 22 ફેબ્રુઆરીની છે. જ્યારે ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચૌહાણની એકલપીઠ 22 ફેબ્રુઆરીએ એક કેસ ઉપર સુનવણી કરી રહી હતી. આ દરમિયાન અરજી કરનાર વકિલે કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યુ અને મોં પરથી માસ્ક ઉતારી દીધો.ત્યારબાદ જજે અદાલતના નિર્દેશોનો સંદર્ભ આપીને કહ્યું કે સુનવણી પુરી ના થાય ત્યાં સુધી માસ્ક લગાવવું ફરજિયાત છે. ત્યારબાદ તેમણે આ કેસની સુનવણી કરવાની ના પાડી દીધી અને કહ્યું કે આ કેસની સુનવણી બાદમાં કરશે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ કેસને બોર્ડ પરથી દૂર કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પુણેને છોડીને હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં પ્રત્ક્ષ રુપે હાજર થઇને કોર્ટનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે.

(9:54 pm IST)