Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગ્‍લોબલ પ્રોફેશનલ કંપની એસેન્‍ચરને નડી આર્થિક મંદીઃ 25000 કર્મચારીઓની છટણી કરાશેઃ હજારો ભારતીયો પણ ગુમાવશે નોકરી

નવી દિલ્હી: ગ્લોબલ પ્રોફેશનલ કંપની એસેન્ચરમાં વિશ્વભરમાં 5 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. જો કે હવે આ કંપની સારૂ પ્રદર્શન ના કરનારા કર્મચારીઓની સંખ્યામાં ઓછામાં ઓછા 5 ટકાનો કાપ મૂકવા જઈ રહી છે. આ સાથે જ હજારો ભારતીયોને પણ આર્થિક મંદી વચ્ચે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે.

ઑસ્ટ્રેલિયન ફાઈનાન્સિયલ રિવ્યૂ (AFR)માં છપાયેલ એક રિપોટ્માં સૌથી પ્રથમ આ જાણકારી આપી છે. જેણે ઓગસ્ટના મધ્યમાં એસેન્ચરના CEO જૂલી સ્વીટ દ્વારા કરવામાં આવેલી એક ઈન્ટરનલ મિટિંગમાં આ જાણકારી આપી છે.

હજારો ભારતીય કર્મચારીઓ થશે બેરોજગાર

ભારતમાં એસેન્ચરના લગભગ 2 લાખ કર્મચારીઓ છે. કંપનીના આ પગલાથી હજારો ભારતીય કર્મચારીઓ પણ પ્રભાવિત થઈ શકે છે.

એસેન્ચરે જણાવ્યું કે, આ સમયે કંપની વધારાના ગ્લોબલ વર્કફોર્સ એક્શનની યોજના નથી બનાવી રહી. દરવર્ષે અમારી પ્રોગ્રેસ પ્રક્રિયાના ભાગરૂપે અમે લોકો સાથે વાતચીત કરીએ છીએ કે, તે કેવું પ્રદર્શન કરી રહ્યાં છે? ક્યા ક્ષેત્રમાં સુધારાની સંભાવના છે? તેમની કાર્યક્ષમતા અને શું તેઓ એસેન્ચર માટે લાંબા સમયમાં ફિટ છે?

કંપનીએ કહ્યું કે, આ વર્ષે અમારા પ્રોફેશનના તમામ ડિપાર્ટમેન્ટ અને કેરિયરના તમામ સ્તરો પર અમે સૌથી ખરાબ પ્રદર્શન કરનારા લોકો તરીકે 5 ટકા લોકોની ઓળખ કરીશું. આ લોકોને એસેન્ચરમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે. આવું પગલું અમારી કંપની દરવર્ષે ઉઠવે જ છે.

(5:19 pm IST)