Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કોરોના વાઇરસ ચીનમાંથી આવ્યો છે તે હું ક્યારેય નહીં ભુલું : જો હું ફરીથી સત્તા ઉપર આવીશ તો ચીન ઉપરની નિર્ભરતા કાયમ માટે ખતમ કરી દઈશ : ડેમોક્રેટ પાર્ટી ચીન પ્રત્યે કુણું વલણ અપનાવી રહી છે : વર્જિનિયા ખાતેની સભામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રહારો

વર્જિનિયા : કોરોના વાઇરસ અને ચીન અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બની ગયા છે.રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો અનુક્રમે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન તેઓની દરેક ચૂંટણી સભાઓમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યા વિના રહી શકતા નથી.
તાજેતરમાં વર્જિનિયા ખાતે મળેલી રિપબ્લિકન પાર્ટીની ચૂંટણી સભામાં પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું હતું કે કોરોના વાઇરસ ચીનમાંથી આવ્યો છે તે હું ક્યારેય નહીં ભુલું .જો હું ફરીથી સત્તા ઉપર આવીશ તો ચીન ઉપરની નિર્ભરતા કાયમ માટે ખતમ કરી દઈશ .
તેમણે ઉમેર્યું હતું કે ડેમોક્રેટ પાર્ટી ચીન પ્રત્યે કુણું વલણ અપનાવી રહી છે .પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે અમેરિકાના અર્થતંત્રને નુકશાન પહોંચાડનાર દેશ ચીન છે.મારા જિનપીંગ સાથેના બહુ સારા સબંધો હતા તેના ઉપર પણ મેં પૂર્ણવિરામ મૂકી દીધું છે.

(7:45 pm IST)