Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કોરોનાની વેક્સિન માટે સરકાર પાસે ૮૦૦૦૦ કરોડ રૂપિયા છે

આદર પુનાવાલાએ દાવો કર્યો : સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ પૂનાવાલાએ સરકારને પ્રશ્ન કર્યો કે શું તે કોરોના વેક્સિનના જંગી ખર્ચને પહોંચી વળશે?

નવી દિલ્હી,તા.૨૬ : પુણે સ્થિત વેક્સીન બનાવનારી વિશ્વની મોટી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે તમામ ભારતીયોને કોરોના વેક્સીન આપવા માટે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે. તેમણે શનિવારે ટ્વિટ કરી છે કે કોરોના વેક્સીનની ખરીદી અને તેના ડોઝ ભારતીયને આપવા માટે એક વર્ષમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે ભારત સરકારને પૂછ્યું છે કે શું આગામી એક વર્ષમાં તેની પાસે વેક્સીન માટે આટલી રકમ છે? સીરમ ઈન્સ્ટિટ્યુટે કોવિડ-૧૯ની વેક્સીન બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકા સાથે ભાગીદારી કરી છે. આદર પૂનાવાલાએ પીએમઓ ઈન્ડિયાને ટેગ કરતા ટ્વિટ કરી છે કે, ઝડપી પ્રશ્ન, શું ભારત સરકાર પાસે એક વર્ષમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયા હશે? કેમ કે વેક્સીનની ખરીદ અને પ્રત્યેક ભારતીય સુધી પહોંચાડવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયને આટલી રકમની જરૂર પડશે. આપણી સામે હવે આ પડકાર છે જેનો આપણે સામનો કરવાનો છે.

પુણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની છે. આ કંપની કોરોના વાયરસ માટે ઘણી અલગ-અલગ વેક્સીન પર કામ કરી રહી છે. અદર પૂનાવાલા આ કંપનીના સીઈઓ છે. તેમના પિતા ડો.સાયરસ પૂનાવાલાએ ૧૯૬૬મા સીરમ ઈન્સ્ટિટ્યુની સ્થાપના કરી હતી. અદર પૂનાવાલાએ ૨૦૦૧મા આ કંપનીમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

(12:00 am IST)