Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કોરોનાની વેક્સિન ૨૦૨૧માં આવશે, વિશ્વમાં વિતરણ કરાશે

સિનોવેક કંપની કોરોનાવેક નામની રસી વિકસાવશે : રસી ત્રીજા અને અંતિમ તબક્કાની હ્યુમન ટ્રાયલ માટે તૈયાર

બેઈજિંગ, તા. ૨૬ : ચીનની એક કંપનીએ ૨૦૨૧ના વર્ષ સુધીમાં કોરોનાની રસી તૈયાર થઇ જવાનો દાવો કર્યો છે. સિનોવેક નામની આ કંપનીએ કહ્યું કે તે 'કોરોનાવેકલ્લ નામની કોરોનાની જે રસી વિકસાવી રહી છે તે ૨૦૨૧ની શરૂઆતમાં અમેરિકા સહિત વિશ્વભરમાં વિતરણ માટે તૈયાર થઇ જશે. સિનોવેક કંપનીના સીઇઓ યિન વીડોંગે જણાવ્યું કે 'કોરોનાવેકલ્લ રસી ત્રીજા અને અંતિમ તબક્કાની હ્યુમન ટ્રાયલ માટે તૈયાર છે. આ ટ્રાયલ સફળ રહેશે તો રસી અમેરિકામાં વેચવા માટે અમેરિકી સ્વાસ્થ્ય સેવા નિયામક યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને અરજી કરાશે.

યિને કહ્યું, અમારો ઉદ્દેશ અમેરિકા અને યુરોપીય સંઘ સહિત સમગ્ર વિશ્વને રસી ઉપલબ્ધ કરાવવાનો છે. જોનસન એન્ડ જોનસને પણ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી બનાવવાની દિશામાં વધુ એક સફળતા મેળવીલીધી છે. તે ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ટ્રમ્પે દેશના નાગરિકોને રસીની ટ્રાયલ માટે રજિસ્ટ્રેશન માટે આગળ આવવા અપીલ કરી છે.

(12:00 am IST)