Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દીપિકાએ ડ્રગ્સ ચેટ ગ્રુપની વાત કબૂલી :શ્રદ્ધા કપૂરનો મોટો ધડાકો :વીનિટી વેનમાં સુશાંત સિંહને ડ્રગ્સ લેતા જોયો હતો

સુશાંત સાથે સારા 5 દિવસ થાઇલેન્ડના ટાપુ પર ગઇ હતીઃ દીપિકા, સારા અને શ્રદ્ધાનો ડ્રગ્સનું સેવન કર્યાનો ઇન્કાર ;કેટલાક સવાલોના જવાબમાં દિપીકાનું મૌન

મુંબઇઃ બોલીવૂડના ડ્રગ્સ કેસમાં રકૂલ પ્રતિ બાદ શનિવારે દિપીકા પદુકોણની NCBએ સાડા 5 કલાક પુછપરછ કરી હતી. જેમાં તેણે ડ્રગ્સ ચેટ ગ્રુપમાં સંડોવણીની વાત કબૂલી હતી. જ્યારે શ્રદ્ધા કપુરે તો મોટો ધડાકો કર્યો હતો કે તેણે વીનિટી વેનમાં સુશાંત સિંહને ડ્રગ્સ લેતા જોયો હતો.NCBએ  સવારથી દિપીકા પદુકોણની પુછપરછ શરુ કરી હતી. જે સાડા પાંચ કલાક ચાલી હતી.દિપીકા સવારે નક્કી સમય કરતા 10 મિનિટ પહેલાં એનસીબીની ઓફિસ પહોંચી ગઇ હતી. જો કે તેને પુછપરછ માટે ફરી બોલાવાશે કે કેમ હજુ સ્પષ્ટ થયું નથી. તેણે આજે કબૂલ્યું હતું કે તે ડ્રગ ચેટમાં સામેલ હતી. પરંતુ પોતે ડ્રગ્સ લેતી હોવાનો ઇનકાર કર્યો છે. જો કે સૂત્રોનું કહેવું છે કે એનસીબી ડ્રગ્સ કેસમાં  હજુ દિપીકાના જવાબોથી સંતુષ્ટ નથી.

દિપીકા પદુકોણની લાંબી પુછપરછ થતાં તેનામાં ડર દેખાતો હતો અને ઘણી વખતે તે ઇમોશનલ પણ થઇ ગઇ હતી. પુછપરછમાં એનસીબીને એવી આશંકા જાગી છે કે દિપીકા ડ્રગ્સ કેસના જવાબો જવાબો આપવા સંપૂર્ણ તૈયારી સાથે આવી હતી. એવું એટલા માટે કે દિપીકાની મેનેજર કરિશ્મા કપૂરને જ્યારે સમન મોકલાયો તો તેણે વકીલ મારફત બીમાર હોવાનું અને પછી આવવાનું કહેડાવ્યું હતું. પછી તે પણ તૈયારી સાથે આવી હતી.

 

NCBનું કહેવું છે કે જ્યારે દિપીકાને નોટિસ મોકલાઇ ત્યારે તે ગોવામાં હતી. પરંતુ મુંબઇ આવ્યા બાદ તે કરિશ્મા કપૂરની સાથે દેખાઇ હતી. તેથી એનસીબીને લાગી રહ્યું છે કે બંને પૂરી તૈયારી સાથે આવી હતી. પુછપરછમાં દિપીકાએ પહેલાં ડ્રગ્સ ચેટ  અંગે ઇનકાર કરી દીધો હતો. પછી કરિશ્મા અને તેને સાથે બેસાડ્યા ત્યારે તેણે ચેટમાં ‘માલ’ મંગાવ્યાની વાત કબૂલી

એનસીબીનું એ પણ કહેવું છે કે દિપીકાએ કેટલાક સવાલોના જવાબોમાં મૌન જ રાખ્યું હતું. ડ્રગ્સ કેસના સવાલોનો તે બરાબર જવાબ આપી રહી નથી. તેણે હૈશ (હસિશ) મંગાવ્યાનું કબૂલ્યું પણ સાથે તે કહે છે કે ક્યારેય તેણે ડ્રગ્સનું સેવન કર્યું નથી. એનસીબીનું માનવું છે કે દિપીકા અને કરિશ્માએ ગોવામાં બેસી રણનીતિ તૈયાર કરી અને વકીલોની સલાહથી કામ કરી રહી છે.

દિપીકા બાદ શ્રદ્ધા કપૂરની પુછપરછ શરુ થઇ હતી. જેમાં મોટો ધડાકો કર્યો હતો કે તેણે સુશાંત સિંહ રાજપુતને વેનિટી વેનમાં બેસી ડ્રગ્સ લેતા જોયો હતો. શ્રદ્ધાએ જણાવ્યું કે છિછોરે ફિલ્મની રિલીઝ પછી પાવના ફાર્મ હાઉસમાં એક પાર્ટી યોજાઇ હતી. બપોરે ત્રણ વાગે અમે ત્યાં પહોંચ્યા હતા. લંચ પછી બોટમાં આઇલેન્ડ ગયા હતા. જ્યાં ડ્રગ્સ અને દારુની પાર્ટી થઇ હતી. નાચગાન થયું હતું. પરંતુ તેણે ત્યાં ડ્રગ્સ લીધાનો ઇનકાર કર્યો છે

(12:00 am IST)