Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ભાજપને ઝટકો : શિવસેના બાદ અકાલીદળે NDA સાથે છેડો ફાડ્યો: રાજકારણમાં ભૂકંપ

મોડી રાતે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી : કૃષિ બિલને લઈને પંજાબ અને હરિયાણાના ખેડૂતોને વિરોધ NDAને ભારે પડ્યો છે. ભાજપના જૂના સાથી અને NDAના સૌથી મહત્વના ઘટક ગણાતા અકાલી દળે  છેડો ફાડતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.અકાલીદળ NDAથી અલગ થયું છે

 

આજે મોડી રાતે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાંથી ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો.

 

જો કે આ બિલ સંસદમાં પાસ થયા બાદ અકાલી દળના સાંસદ અને મંત્રી હરસિમરત કૌરે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું આવી સરકારનો હિસ્સો ન હોઈ શકું

(12:00 am IST)