Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ભારતમાં કોરોનાનું સરવૈયું

કુલ કેસ ૫૯,૦૩,૯૩૨ : રિકવર થયા ૪૮,૪૯,૫૮૪

૨૪ કલાકમાં ૮૫૩૬૨ નવા કેસ : ૧૦૮૯ના મોત : કુલ મૃત્યુઆંક ૯૩,૩૭૯ : સાજા થવાનો દર ૮૨.૧ ટકા : મૃત્યુ દર ૧.૬ ટકા

નવી દિલ્હી તા. ૨૬ : ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૫૯ લાખને પાક કરી ગઇ છે તો આ બિમારીથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૪૮ લાખને પાર કરી ગઇ છે. કોરોનાના કેસ રોજેરોજ વધી રહ્યા છે પણ તેનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૩૬૨ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૧૦૮૯ લોકોના મોત થયા છે. આંકડા અનુસાર ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૯,૦૩,૯૩૩ની થઇ છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા ૯,૬૦,૯૬૯ છે. આ સિવાય વાયરસથી ૪૮,૪૯,૫૮૫ લોકો સાજા થયા છે અને ઘરે પાછા ફર્યા છે. આ વાયરસે દેશમાં અત્યાર સુધીમાં ૯૩,૩૭૯ લોકોનો ભોગ લીધો છે.

દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ ૧.૬ ટકા છે. જ્યારે દેશમાં સાજા થવાનો દર ૮૨.૧ ટકા થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૩,૪૧,૫૩૫ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ ૭,૦૨,૬૯,૯૭૫ સેમ્પલ તપાસવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં સૌથી વધારે એટલે કે ૪૧૬ લોકોના મોત થયા છે. આંધ્ર પ્રદેશમાં ૪૮, કર્ણાટકમાં ૮૬, પંજાબમાં ૬૮, તામિલનાડુમાં ૭૨, ઉત્તર પ્રદેશમાં ૮૪ અને પશ્ચિમ બંગાળમાં ૫૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૩૪,૭૬૧ નવા નોંધાયા છે, જ્યારે તામિલનાડુમાં ૯,૧૪૮ કેસ નોંધાયા છે.

(12:00 am IST)