Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ડ્રગ્સકાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે

દીપિકા - સારા - શ્રધ્ધાની આકરી પૂછપરછ શરૂ

મુંબઇ તા. ૨૬ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ જોડાતા બોલિવુડના અનેક મોટા સ્ટાર્સ રડાર પર આવી ગયા છે. એકટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ઘા કપૂર જેવી હસ્તીઓના નામ ડ્રગ્સ કનેકશનમાં સામે આવ્યા છે. એનસીબી હાલ તપાસમાં લાગી છે. શુક્રવારે NCBને રકુલ પ્રીતથી પૂછપરછ કરી હતી. રકુલપ્રીતે પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, ડ્રગ્સ તેમના ઘર પર હતું, અને તે રિયાએ જ રખાવ્યું હતુ. તો દીપિકાના મેનેજર કરિશ્મા સાથે પણ એનસીબીએ પૂછપરછ કરી.

એકટ્રેસ દિપીકા પાદુકોણને એનસીબીએ આજે સવારે પૂછપરછ શરૂ કરી છે. દીપિકાની કરિશ્મા સાથેની ચેટ વાયરલ થઈ હતી. આ વોટ્સએપ ચેટમાં દીપિકા ડ્રગ્સને લઈને વાત કરી રહી છે. વોટ્સએપ ગ્રૂપમા કરિશ્મા અને દીપિકા વાત કરી રહી હતી, દીપિકા તેમાં એડમિન હતી.

સુશાંત કેસના લઈને શરૂ થયેલા ડ્રગ્સ કેસની બાઉન્ડરી ધીરે ધીરે વધી રહી છે. આ મામલે નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરોના ડેપ્યુટી જનરલે ડાયરેકટર સમીર વાનખેડેએ કહ્યું કે, અનુભવ ચોપરા અને ક્ષિતિજ પ્રસાદની હજી સુધી ધરપકડ કરવામા આવી નથી. બંનેની માત્ર અટકાયત કરાઈ છે. એનસીબી તેઓની ધરપકડ પણ કરી શકે છે. ક્ષિતિજ પ્રસાદના ઘરથી એનસીબી તપાસમાં ગાંજો મળી આવ્યો છે.

શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ઘા કપૂર સાથે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કરશે. સાથે જ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ શનિવારે ફરીથી બોલાવવામાં આવી છે. તેને પૂછપરછ માટે એનસીબી ગેસ્ટ હાઉસ બોલાવાઈ છે.

(12:00 am IST)