Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

સારાને સમન્સ અને પિતા સૈફ અલી ખાન પત્નિ-પુત્ર સાથે પટોડી પેલેસમાં

મુંબઇ તા. ૨૬: બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન તેની પત્નિ કરીના અને પુત્ર તૈમુર અલી સાથે પોતાના ગામ પટોૈડીમાં છે. કરીના અને સૈફનો દિકરો તૈમુર સોૈથી મશહુર બોલીવૂડ સ્ટારકિડમાં સામેલ છે. જો કે હાલમાં સૈફની દિકરી સારા અલી ખાન ડ્રગ્સ કેસમાં નામ ખુલવાને કારણે વિવાદમાં છે ત્યારે દિકરીની મદદમાં રહેવાને બદલે સૈફ અલી ખાન પુત્ર અને પત્નિ કરીના સાથે પિતૃક ગામ પટોડી પેલેસ ખાતે પહોંચી ગયો હોઇ આ બાબત બોલીવૂડ માટે ચર્ચાનો વિષય બની ગઇ હતી. ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનને એનસીબી તરફથી સમન્સ પાઠવાયું હતું. તે ગોવામાં રજા ગાળવા ગઇ હોઇ ત્યાંથી મુંબઇ પરત આવી રહી છે. સૈફ, કરીના અને તૈમુર પટોડી પેલેસમાં રજા ગાળવા પહોંચ્યા હતાં. જો કે કરીનાનું દિલ્હી ખાતે શુટીંગ હોઇ તેના કારણે તે પટોડી પેલેસ પહોંચી છે. તે અહિથી સવારે કાર મારફત શુટીંગના સ્થળે જશે. અવાર-નવાર કરીના અને સૈફ પોતાના મહેલ જેવા બંગલા ખાતે આવતા-જતા રહે છે.

(12:00 am IST)