Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

હવે ૧ નવેમ્બરથી આવકવેરાને લગતા તમામ કામ ઓનલાઇન કરવા પડશે

ફેસલેસ એસેસમેન્ટનો કડક અમલ કરવા CBDTનો આદેશઃ ઇન્કમટેકસની કલમ ૨૫૩માં જ સુધારો કરીને તાત્કાલિક અમલવારીની સુચના

નવી દિલ્હી,તા. ૨૫: ઇન્કમટેકસમાં ફેસલેસ એસેસમેન્ટની જાહેરાત તો કરી દેવામાં આવી હતી. પરંતુ તેનો અમલ કયારે થશે તે મુદે અવઢવની સ્થિતી હતી. જ્યારે સીબીડીટીએ આગામી એક નવેમ્બરથી તમામ ઇન્કમટેકસ ઓફિસમાં ફરજિયાત ફેસલેસજ કામગીરી કરવાનો આદેશ કર્યો છે. તેના કારણે ૧ નવેમ્બર બાદ ઇન્કમટેકસ ઓફિસમાં કોઇ પણને મંજૂરી વિના પ્રર્વેશ મળવાની શકયતા નહિવત છે.

ઇન્કમટેકસને લગતી તમામ કામગીરી ફેસલેસ જ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તેનો ફરજિયાત અમલ ૧ નવેમ્બરથી કરવાનનો આદેશ પણ સીબીડીટીે આપ્યો છે. તેના કારણે સુરત સહિત તમામ ઇન્કમટેકસ ઓફિસમાં તેની વ્યવસ્થા પણ ઉભી કરી દેવામાં આવી છે. કારણ કે ૧ નવેમ્બર બાદ ઇન્કમટેકસમાં એસેસમેન્ટ ફોર્મ ૧૫ જીનુ કે અન્ય કોઇ સર્ટિફિકેટ લેવાના હોયપ ટ્રસ્ટના હિસાબ કિતાબ રજૂ કરવાના હોય, ઓડિટ રિપોર્ટ આપવાનો હોય તેવી તમામ કામગીરી હવેથી ઓનલાઇન જ કરવામાં આવનાર છે. કારણ કે ઇન્કમટેકસની કલમ ૨૫૩માં જ સુધારો કરી દેવામાં આવ્યો છે. કાયદામાં જ સુધારો કરી દેવામાં આવવાને કારણે આ માટેનો પરિપત્ર પણ બહાર પાડવાની જરૂરિયાત રહેતી હતી. તેમ છતાં સીબીડીટીએ સુરત સહિત દેશની તમામ આઇટી ઓફિસમાં ૧ નવેમ્બરથી આઇટીને લગતી તમામ કામગીરી ઓનલાઇન જ કરવાનો આદેશ આપી દીધો છે.

ટ્રિબ્યુનલની કામગીરી પણ ફેસલેસ જ થશે

ઇન્કમટેકસ દ્વારા કાઢવામાં આવેલા ટેકસની રકમ સામે કરદાતાને વાંધો હોય તો અપીલમાં જાય છે. તેનો કેસ ટ્રિબ્યુનલમાં ચાલતો હોય છે. સામાન્ય રીતે ટ્રિબ્યૂનલના કેસની સુનાવણી ફેસલેસ કરવામાં આવી નથી. પરંતુ નવા નિયમ અનેસાર ટ્રિબ્યુનલની કામગીરી પણ ફરજિયાતપણે ઓનલાઇન જ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

        -વિરેશ રૂદલાલ, સીએ

મોટા ભાગની CAએ નવી સિસ્ટમ માટે સુધારા કરવા પડશે

ઇન્કમટેકસમાં અત્યાર સુધી પાનકાર્ડ કઢાવા રીટર્ન ભરવા જેવી કામગીરી જ ઓનલાઇન એટલે કે ફેસલેસ થતી હતી.

તેમાં કરદાતાના રજિસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી આવ્યા બાદ તે સબમિટ કરતા રિટર્ન ફાઇલ થતા હતા. જ્યારે ઇન્કમટેકસને લગતી તમામ કામગીરી ફેસલેસ જ કરવાનો આદેશ આવતા સીએ લોબીએ પણ મોટાપાયે ફેરફાર કરવા પડશે. કારણ કે આગામી દિવસોમાં ઇન્કમટેકસ ઓફિસમાં બદલે સીએ ઓફિસની બહાર લોકોની ભીડ જોવા મળવાની શકયતા રહેલી છે. જેથી તેઓ દ્વારા પણ નવી સિસ્ટમ પ્રમાણે વ્યાપક સુધારા કરવા પડે તેમ છે.

(12:00 am IST)