Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ડ્રાઇવિગ લાઇસન્સ-ઇ ચલણના નવા નિયમો જાણી લેજો નહિ તો તમને મોટા દંડથી કોઇ બચાવી નહિ શકે

હવે ટ્રાફિક અધિકારીઓ પાસે જ હશે સંબંધીત તમારા તમામ વાહન સંબંધિત કાગળોની વિગત

નવી દિલ્હી: દેશમાં મોટાભાગના લોકો કાર અથવા બાઈક ચાલવતા સમયે માનતા હોય છે કે નકલી દસ્તાવેજ બતાવીને પોલીસથી બચી શકાય છે. વાત ઘણીખરી સાચી પણ છે. કારણકે મોટાભાગના રાજ્યોમાં પોલીસ પાસે સ્થળ પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. પરંતુ, હવે એવું નહિ રહે. હવે તમામ Traffic પોલીસ પાસે તમારા તમામ ડોક્યુમેન્ટ પહેલાથી હાજર હશે.

કેન્દ્ર સરકારે મોટર વિહિકલ એક્ટ 1989માં સુધારા કર્યા છે. સરકારે શનિવારે જણાવ્યું છે કે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબર 2020થી ડ્રાયવિંગ લાયસન્સ અને -ચલણ સહીત વાહન સંબંધિત દસ્તાવેજોની જાળવણી કરવામાં આવશે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વાહન દસ્તાવેજોના નિરીક્ષણ દરમ્યાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી માન્ય વાહનોના દસ્તાવેજને બદલે ભૌતિક દસ્તાવેજોની માંગ નહિ કરવામાં આવે.

જાણકારોનું માનવું છે કે ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા ડ્રાયવિંગ લાયસન્સ સાથે જોડાયેલી તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. તેની સાથે સરકારે જણાવ્યું છે કે લાયસન્સીંગ ઓથોરિટી દ્વારા ગેરમાન્ય અને રદ્દ થયેલ લાયસન્સની વિગતો પણ પોર્ટલ પર રેકોર્ડ રાખવામાં આવશે અને તેને સમયે સમયે અપડેટ કરવામાં આવશે.

માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મોટર વિહિકલ એક્ટ 1989માં કરવામાં આવેલ સુધારા અંગે સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં મોટર વિહિકલ નિયમોની સારામાં સારી દેખરેખ અને અમલ માટે 1 ઓક્ટોબર 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધિત દસ્તાવેજ અને -ચલણની જાળવણી કરવામાં આવશે.

(12:06 pm IST)