Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ખેડૂતો મજબૂત બનશે ત્યારે જ આત્મનિર્ભર ભારત બનશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મન કી બાત કાર્યક્રમમાં મોદીએ અનેક મુદ્દા પર પોતાની વાત રજૂ કરી :કોરોના મહામારીથી સામાન્ય લોકોના જીવનમાં આવેલા બદલાવનો ઉલ્લેખ કરતાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કોરોના સંકટના સમયમાં પરિવારનું મહત્વ સમઝાઈ રહ્યું છે

નવી દિલ્હી, તા.૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમના ૬૯મા એપિસોડમાં ખેડૂતો અને કોરોના સંક્ટની વાત કરી છે. તેમણે કોરોના મહામારીથી સામાન્ય લોકોના જીવનમાં આવેલા બદલાવનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, *કોરોના સંકટના સમયમાં પરિવારનું મહત્વ હવે સમઝાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે હાલમાં જ ખેતી સાથે સંકળાયેલા ત્રણ બિલ પાસ કર્યા છે જેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત કાર્યક્રમમાં ખેડૂતોના અનુભવો વિશે વાત કરીને જણાવ્યું, મને ખેડૂતોના પત્રો મળે છે, ખેડૂત સંગઠનો સાથે મારી વાત થયા છે, જે જણાવે છે કે કઈ રીતે ખેતીમાં નવા-નવા મુદ્દા જોડી શકાય છે, કઈ રીતે ખેતીમાં બદલાવ લાવી શકાય છે. હરિયાણાના સોનીપત જિલ્લામાં અમારા ખેડૂત ભાઈ શ્રી કંવર ચૌહાણજી છે. તેમણે જણાવ્યું કે એક સમયે બજારની બહાર ફળ અને શાકભાજી વેચાવામાં તકલીફ પડતી હતી.

             ઘણી વખત તેઓ બજારની બહાર શાકભાજી અને ફળ વેચતા હતા તો તેમના ફળ અને શાકભાજી સાથે વાહનો પણ જપ્ત થઈ જતા હતા. પરંતુ ૨૦૧૪માં ફળ અને શાકભાજીને એપીએમસી એક્ટમાંથી બહાર કઢાયા, જેનો તેમને અને તેમની આસપાસના ખેડૂતોને ઘણો ફાયદો થયો. આજે શ્રી કંવર ચૌહાણ અને તેમના ગામના ખેડૂતો સ્વીટ કોર્ટ અને બેબી કોર્ટની ખેતી કરે છે, જેનાથી અઢીથી ત્રણ લાખ પ્રતિ એકર વાર્ષિક કમાણી થાય છે. વડાપ્રધાને કહ્યું કે ખેડૂતો ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ અલગ અલગ મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરીને લોકડાઉનમાં પસાર થયેલા સમય અંગે પણ વાત કરી છે. વડાપ્રધાને સાંભળવાની કળાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે વાર્તાઓનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી માનવ સભ્યતા. તેમણે હિતોપદેશ અને પંચતંત્રનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે વાર્તાઓથી વિવેક અને બુદ્ધિમત્તાનો સંદેશ આપવામાં આવે છે.

              ખેતી મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાને જણાવ્યું કે, *આ ખેડૂતો પાસે શું અલગ છે. તેમને પોતાના ફળ-શાકભાજી, ક્યાંય પણ, કોઈને પણ, વેચવાની તાકાત છે, અને આ તાકાત તેમની પ્રગતિનો આધાર છે. હવે આ જ તાકાત આખા દેશમાં અન્ય ખેડૂતોને પણ મળી છે. સાથીઓ, ત્રણ-ચાર વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીને છઁસ્ઝ્રના વર્તુળની બહાર કરાયા. જે પછી કઈ રીતે મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજી ઉગાવતા ખેડૂતોની સ્થિતિ બદલાઈ તેનું ઉદાહરણ છે, શ્રી સ્વામી સમર્થ ફાર્મર્સસ પ્રોડ્યુસર કંપની લિમિટેડ. આ ખેડૂતોનું જૂથ છે. પુણે અને મુંબઈમાં ખેડૂતો સાપ્તાહિક બજાર પોતે જ ચલાવે છે. આ બજારોમાં લગભગ ૭૦ ગામના સાડ ચાર હજાર ખેડૂતોના ઉત્પાદનને સીધું વેચવામાં આવે છે- કોઈ મિડિયેટર નહીં. ગ્રામ્યજનો-યુવાનો સીધા બજારમાં ખેતી અને વેચાણ પ્રક્રિયામાં જોડાઈ જાય છે. જેનો સીધો લાભ ખેડૂતોને થાય છે, ગામના યુવાનોને રોજગાર મળે છે.

(7:24 pm IST)