Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હત્યા પ્રકરણ બાદ ડ્રગના મામલામાં સંડોવાયેલી અભિનેત્રીઓના બચાવમાં અચાનક જ ફિલ્મ અભિનેતા શાહરૂખખાનની પુત્ર સુહાનાખાન મેદાનમાં આવી

ઇન્ટાગ્રામમાં પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવેલ છે કે બોલીવુડમાં ઘણા હિરો પણ ડ્રગ લેતા હોય છે છતાં માત્ર હિરોઇનને જ નિશાન બનાવી શા માટે પુછપરછ કરાઇ છે

બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને ડ્રગ કેસમાં માત્ર હીરોઇનોનાં નામ આવવા સામે નારાજી વ્યક્ત કરી હતી. રિયા ચક્રવર્તી તો પૂછપરછ બાદ જેલમાં ગઇ હતી. અન્ય અભિનેત્રીઓમાં દિયા મિર્ઝા, રકુલ સિંહ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન વગેરેના નામ આવ્યા હતા અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આ બધી અભિનેત્રીઓને સમન્સ મોકલીને પોતાની સમક્ષ હાજર કરી પૂછપરછ કરી રહી છે. ડ્રગ્સની ગેરકાયદે હેરફેરમાં સંડોવાયેલા 15-16 લોકોની એનસીબી દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.

શુક્રવારે રકુલ પ્રીત સિંહની ચાર કલાક પૂછપરછ ચાલી હતી. આ વિવાદમાં કોઇ કારણ વગર સુહાના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાનો પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સુહાનાએ કહ્યું હતું કે મહિલાઓ પ્રત્યે સમાજની નફરત વધે છે. શું માત્ર હીરોઇનો જ ડ્રગ્સ લે છે. અન્ય લોકો નથી લેતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ માત્ર હીરોઇનોને પૂછપરછ માટે બોલાવી એ મહિલાઓ પ્રત્યે નફરતથી ભરેલું વર્તન છે. આમ તો હીરોલોગનાં નામ પણ એનસીબીની ડાયરીમાં છે પરંતુ અત્યારે માત્ર હીરોઇનોની આકરી પૂછપરછ ચાલી રહી હતી. એટલે સુહાના વધુ આહત થઇ હોય એવું એના પ્રતિભાવ પરથી લાગતું હતું.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા હોબાળો મચી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના કેસમાં એવી રીતે આગ લાગી છે કે એક પછી એક અનેક પ્રખ્યાત નામો તેમાં જોડાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુપરસ્ટાર દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરના જેવા આઘાતજનક નામ સામે આવ્યા છે. એનસીબી હવે આ તમામની પૂછપરછ કરી રહી છે.

બોલીવૂડના ડ્રગ્સ કેસ માં હવે ધીમે-ધીમે કનેક્શન બહાર આવી રહ્યું છે. રકૂલ પ્રતિ બાદ શનિવારે દિપીકા પદુકોણની NCBએ સાડા 5 કલાક પુછપરછ કરી હતી. જેમાં તેણે ડ્રગ્સ ચેટ ગ્રુપમાં સંડોવણીની વાત કબૂલી હતી. જ્યારે શ્રદ્ધા કપુરે તો મોટો ધડાકો કર્યો હતો કે તેણે વીનિટી વેનમાં સુશાંત સિંહને ડ્રગ્સ લેતા જોયો હતો.

સુશાંત સિંહ મોત કોસના ડ્રગ્સ એન્ગલમાં શુક્રવારે NCBએ અભિનેત્રી રકૂલપ્રિત ની 4 કલાક સુધી પુછપરછ કરી હતી. જેમાં તેણે 2018માં રિયા ચક્રવર્તી સાછે ડ્રગ્સ અંગે વોટ્સએપ ચેટ કર્યાની વાત કબૂલી છે. જોકે તેણે ડ્રગ્સ સેવન કર્યાનો ઇનકાર કર્યો છે.

29 વર્ષીય રકૂલપ્રિત સિંહ શુક્રવારે સવારે કોલાબાના એનસીબી ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી. NCB અહીંથી જ કામ કરી રહી છે. તેણે બોલીવૂડના ડ્રગ્સ સાથેના સંબંધ મામલે રકૂલ ને બોલાવી હતી.

(3:00 pm IST)
  • અંતે બિહારના પોલીસવડા, નીતીશકુમારના પક્ષમાં જોડાઈ ગયા: ચૂંટણીમાં ઝંપલાવશે : બિહારના પૂર્વ પોલીસવડા ડીજી ગુપ્તેશ્વર પાંડે એ ધારણા મુજબ જ રાજકારણમાં ઝંપલાવ્યું છે તેઓ મુખ્યમંત્રી નીતીશકુમારના જનતાદળ યુ પક્ષમાં જોડાઈ ગયા છે અને આગામી બિહારની ચૂંટણી લડશે તે નિશ્ચિત મનાય છે. access_time 5:06 pm IST

  • બેંગલુરૃના ફોટોગ્રાફરે સાતરંગ બદલતા કાચિંડાનો વિડીયો બનાવી કર્યો વાયરલ વિડીયોમાં ખરેખર કાચિંડો રંગ બદલતો જોવા મળે છે access_time 1:21 pm IST

  • દિલ્હીમાંથી શુદ્ધ ચરસ ઝડપાયું : દિલ્હી પોલીસે જાહેર કર્યું છે કે નાર્કોટિક્સ સ્કોડે દિલ્હીમાંથી એક ડ્રગ પેડલરને ઝડપી લઇ એક કિલોથી વધુ શુદ્ધ ચરસ ઝડપી લીધેલ છે. access_time 5:05 pm IST