Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રા કોરોના પોઝિટિવ : તેમનો દીકરો સુકર્ણ મિશ્રા પણ સંક્રમિત

બુધવારે તેમણે કહ્યું હતું કે, તેઓ કોઇપણ કાર્યક્રમમાં માસ્ક નથી પહેરતા

ભોપાલ :મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રા કોરોના પોઝિટિવ નિકળ્યા છે. હાલમાં જ તેઓ વિવાદમાં આવ્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ કોઇપણ કાર્યક્રમમાં માસ્ક નથી પહેરતા. ત્યારે હવે તેઓ જ પોઝિટિવ આવ્યા છે,તેમનો દીકરો સુકર્ણ મિશ્રા પણ પોઝિટિવ આવ્યો છે અને પરિવારના અન્ય સભ્યો ક્વોરેન્ટાઇન થઈ ગયા છે.

મધ્ય પ્રદેશમાં કોવિડ-19ના વધતા પ્રકોપ વચ્ચે રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ બુધવારે કહ્યું હતું કે, તેઓ કોઈ પણ કાર્યક્રમમાં માસ્ક પહેરતા નથી. તેમના આ સ્ટેટમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પછી વિપક્ષ એવા કોંગ્રેસે ભાજપ પર તંજ કરતા કહ્યું હતું કે કોવિડ-19થી બચવા માટે માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ શું માત્ર સામાન્ય જનતા માટે જ છે.

મિશ્રા, પ્રદેશ સરકારની ગરીબ કલ્યાણ આધારિત સમ્બલ યોજના સાથે જોડાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઈંદોર આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેમને માસ્ક ન પહેરવા અંગે પૂછવામાં આવતા તેમણે જર્નાલિસ્ટોને કહ્યું હતું કે, હું કોઈ પણ કાર્યક્રમમાં માસ્ક પહેરતો નથી. તેનાથી શું થાય છે.

 

મિશ્રા પાસે જેલ, સંસદીય કાર્ય, વિધિ અને વિધાનના કાર્ય વિભાગ પણ છે. માસ્ક અંગે ન પહેરવાનું પૂછવામાં આવતા ઘણી સરળતાથી તેમણે વિચાર્યા વગર જવાબ આપી દીધો હતો. તેઓ જ્યારે સંવાદદાતાઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે માસ્ક પહેર્યો ન હતો.

તેમની સાથે ઉભા રહેલા રાજ્યના જળસંશાધન મંત્રી તુલસીરામ સિલાવટ અને અન્ય ભાજપના નેતાઓએ કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક પહેરેલા હતા. તેવામાં, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સુલજાએ માસ્ક નહીં પહેંરવા પર મિશ્રાના જવાબનો વાયરલ વીડિયો ટ્વીટ કરીતા લખ્યું હતું કે, છે કોઈ માઈનો લાલ, જે નિયમોના ઉલ્લંઘન કરવા પર આમની પર કાર્યવાહી કરી પોતાનું સાહસ બતાવી શકે. શું આ નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે.

(9:12 pm IST)