Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજકોટના યશશ્વિ રાજવી સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા (દાદા)ની આજે પૂણ્યતિથી

રાજકોટ : ગુજરાત ના નાણાં અને નાગરિક પુરવઠા વિભાગ ના પૂર્વ પ્રધાન રાજકોટ ના પૂર્વ રાજવી સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા  નો જન્મ ૧૮/૧૧/૧૯૩૫ ના થયો હતો અને તેમનું અવસાન ૨૭/૯/૨૦૧૮ માં થયું હતું.

સ્વ.દાદાએ રાજકોટ ની ધર્મેન્દ્રસિંહ કોલેજ માં બી એ સુધી અભ્યાસ કરેલ અને ત્યારપછી ઇંગ્લેન્ડ માં બેરિસ્ટર નો અભ્યાસ કરેલ હતો. તેઓ એક સારા ક્રિકેટર પણ હતા અને સૌરાષ્ટ્ર ની રણજી ટ્રોફી માટે ની ટીમના સુકાની રહી ચૂકેલા હતા.

1962માં ગુજરાત ધારાસભા માં રાજકોટ ના  પ્રથમ વાર અપક્ષ ધારાસભ્ય તરીકે  ચૂંટાયેલા,  ત્યારબાદ 1967માં તત્કાલીન સ્વતંત્ર પક્ષ ના ઉમેદવાર તરીકે  રાજકોટ ના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા. એ પછી 1972  માં રાજકોટ -- 1  ના કોંગ્રેસીબધારાસભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયેલા.  ત્યારબાદ  ફરી રાજકોટ --1 ના ધારાસભ્ય તરીકે 1980 અને 1990 માં પુનઃ ચૂંટણી જીત્યા હતા. શ્રી જાડેજા તેમની રાજકીય કારકીર્દી માં કુલ પાંચ વાર  ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

1980 થી 1985માં ગુજરાત ના  મુખ્ય પ્રધાન માધવસિંહ  સોલંકી ના પ્રધાન મંડળ માં આરોગ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન તરીકે તેમજ 1994 માં ગુજરાત ના મુખ્યપ્રધાન છબીલદાસ મહેતા ના પ્રધાનમંડળમાં નાણાં પ્રધાન તરીકે રહી ચુક્યા હતા. તેમજ 1987માં ગુજરાત માં મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી ના કાળ માં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ના ચેરમેન તરીકે જવાબદારી તેમણે સંભાળી હતી.

સ્વ. શ્રી જાડેજાને તેમની રાજકીય કારકીર્દી માં પાંચ ચુંટણીઓ માં અસફળતા પણ પ્રાપ્ત થયેલ . 1975 મા રાજકોટ-1 ધારાસભામાં કેશુભાઈ પટેલ સામે/1995માં  ઉમેશભાઈ રાજ્યગુરુ સામે/1998 માં રમેશભાઈ રૂપાપરા સામે/2002 માં ટપુભાઈ લીંબાસિયા સામે તેમજ 1991માં  રાજકોટ લોકસભાની ચૂંટણીમાં શિવલાલભાઈ વેકરીયા સામે તેઓ ચૂંટણી હારી ગયેલ.

(10:53 pm IST)