Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

IPL -2020 : રોમાંચક મેચમાં કોલકતા સામે કિંગ્સ ઇલેવન પંજાબનો શાનદાર વિજય

ગેઈલે 51 રન બનાવ્યા : મનેદિપ સિંહે અણનમ 66 રન ફટકાર્યા

ટી-20 લીગની 46મી મેચ આજે  KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી પણ 7 રનના સામાન્ય સ્કોર પર આઉટ થયો, મોર્ગને બાજી સંભાળતા 40 રન ફટકાર્યા હતા.

કિંગ્સ ઈલેવન પંજાબને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે પંજાબે સરળતાથી પાર કરીને જીત મેળવી છે. પંજાબમાં રાહુલ અને મનદીપ સિંહે સારી શરૂઆત કરી હતી. ત્યારે કે.એલ.રાહુલ 28 રને એલબીડબલ્યુ થતાં પ્રથમ પંજાબે ગુમાવી, ત્યારબાદ મનદીપ સિંહ અને ગેઈલે બાજી સંભાળતા પંજાબની આખરે જીત થઈ. બંને ખેલાડીએ અડધીસદી ફટકારી હતી. તે પછી ગેઈલ 51 રન પર ફર્ગુયસનનો શિકાર બન્યો હતો અન મનેદિપ સિંહે અણનમ 66 રન ફટકાર્યા હતા અને પંજાબને 8 વિકેટથી જીત અપાવી હતી.

(11:46 pm IST)