Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

PNB કૌભાંડ: ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો: બ્રિટનની કોર્ટે 7મી વખત જામીન અરજી રદ કરી

નીરવ મોદીએ પ્રત્યાર્પણના આદેશને બ્રિટેનની કોર્ટમાં પડકાર્યો હતો. હાલમાં પશ્ચિમ લંડનની જેલમાં બંધ

 

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. બ્રિટેનની એક કોર્ટે 7મી વખત નીરવ મોદીની જામીન અરજી રદ કરી દીધી છે. નીરવ મોદી ભારતમાં પંજાબ નેશનલ બેન્કના 14 હજાર કરોડ રૂપિયાથી વધારેની લોનની છેતરપિંડી અને મની લોન્ડ્રીંગના કેસ મામલે આરોપી છે

નીરવ મોદીએ પ્રત્યાર્પણના આદેશને બ્રિટેનની કોર્ટમાં પડકાર્યો હતો. હાલમાં નીરવ મોદી પશ્ચિમ લંડનની જેલમાં બંધ છે. CBIના એક અધિકારીએ કહ્યું કે નીરવ મોદીની જામીન અરજીને વારંવાર રદ કરવી CBI, વિદેશ મંત્રાલય અને ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસની વચ્ચે શાનદાર તાલમેલનું પરિણામ છે.

(12:08 am IST)